નેશનલ

વિશ્વભરમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ડાઉન થવાની ફરિયાદો, યુઝર્સ અનુભવી રહ્યા છે મુશ્કેલી…

નવી દિલ્હી : વિશ્વભરમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ( X Down)ડાઉન થવાની ફરિયાદો ઉઠી રહી છે. જ્યારે કંપનીએ આ અંગે સત્તાવાર રીતે કોઇપણ માહિતી શેર નથી કરી. જ્યારે ડાઉન ડિટેક્ટરે એક્સ ડાઉન થવાની પૃષ્ટી કરી છે. સોમવારે અનેક એક્સ યુઝર્સે મોટા પાયે એકસ ડાઉન હોવાની ફરિયાદ કરી છે. ઓનલાઈન આઉટેજને ટ્રેક કરતું પ્લેટફોર્મ ડાઉન ડિટેક્ટરે ભારતમાંથી લગભગ 2,500, અમેરિકામાં 22,000 અને બ્રિટનમાં 10,000 થી વધુ રિપોર્ટ્સ નોંધ્યા છે. જોકે, કંપનીએ હજુ સુધી આ આઉટેજ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી.

Also read : Googleએ યુઝર્સને આપી મોટી ભેટ; બધાને મળશે Gemini 2.0 Flash નો લાભ, જાણો શું છે ખાસિયત

એક્સ યુઝર્સે એપ્લિકેશન અને વેબસાઇટનો ઉપયોગ કરી શકતા નથી

દુનિયાભરના યુઝર્સે ફરિયાદ કરી છે કે એપ અને વેબસાઇટ યોગ્ય રીતે કામ કરી રહી નથી. ઘણા યુઝર્સે કહ્યું કે તેમને X ફીડને એક્સેસ કરવામાં સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ડાઉન ડિટેક્ટર વેબસાઇટ પરના ડેટા દર્શાવે છે કે બપોરે 3.20 વાગ્યાની આસપાસ માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ વિશે વિશ્વભરમાંથી હજારો ફરિયાદો નોંધાઈ હતી.

Also read : Paris AI Summit: વડાપ્રધાન મોદી સુંદર પિચાઈ અને Scale AIના CEOને મળ્યા, આ મુદ્દે થઇ ચર્ચા

નેટવર્ક આઉટેજના પ્રતિભાવમાં અનેક એક્સ યુઝર્સે સ્ટેટસ તપાસવા અને સમસ્યા કેટલી વ્યાપક હતી તેની પુષ્ટિ કરવા માટે ફેસબુક અને રેડિટ જેવા અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કર્યો. જોકે, થોડા જ સમયમાં X એ તેની સેવાઓ ફરી શરૂ કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button