નેશનલ

ભારતના 100 રૂપિયા અહીં બની જાય છે 50,000, જાણો શું છે આખું ગણિત…

હેડિંગ વાંચીને જો તમે ગુંચવાઈ ગયા હોવ તો તમારી જાણ માટે કે અહીં ઈરાન અને ભારતની કરન્સીની સરખામણી થઈ રહી છે. હાલમાં જ્યાં જુઓ ત્યાં ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધની જ વાતો થઈ રહી છે આ યુદ્ધમાં બંને દ્વારા કરાઈ રહેલાં હુમલાઓમાં શહેરોમાં પારાવાર નુકસાન થયું હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. આ બધા વચ્ચે શું તમને ખબર છે કે ભારતના 102 રૂપિયા ઈરાનમાં જઈને 50,000 રિયાલ થઈ જાય છે? ચાલો તમને આ પાછળનું કારણ જણાવીએ…

દરેક દેશનું એક ચલણ હોય છે અને આ ચલણ જે-તે દેશ કરતાં મજબૂત કે નબળી હોઈ શકે છે. આપણે આજે અહીં વાત કરીશું ઈરાનની કરન્સી વિશે. જેમ ભારની કરન્સી રૂપિયો છે એ જ રીતે ઈરાનની કરન્સી રિયાલ છે. તમને જાણીને નવાઈ લાગશે કે ઈરાનની કરન્સી ભારતના રૂપિયાની સામે નબળી છે. મળતી માહિતી પ્રમાણે એક ઈરાની રિયાલની કિંમત રૂપિયામાં કન્વર્ટ કરીએ તો તે 0.0021 રૂપિયા જેટલી થાય છે.

વાત કરીએ ભારતનો એક રૂપિયા ઈરાનમાં જઈને કેટલા રિયાલ બની જાય છે એની તો ભારતનો એક રૂપિયો ઈરાનમાં જઈને 486.53 રિયાલ થઈ જાય છે. ઈઝરાયલ સામે બાંયો ચઢાવી રહેલાં ઈરાનના 1000 રિયાલની ભારતમાં કિંમત 2.06 રૂપિયા જેટલી થાય છે. ઈરાનના 5000 રિયાલ ભારતમાં આવીને 10 રૂપિયા 28 પૈસા બની જાય છે અને ભારતના 20 રૂપિયા 55 પૈસા ઈરાનમાં જઈને 10,000 રિયાલ બની જાય છે અને ભારતના 102 રૂપિયા ઈરાનમાં જઈને 50,000 રિયાલ બની જાય છે.

ટૂંકમાં કહેવાનું થાય તો ભારતના હજાર રૂપિયા તમને ઈરાનમાં કરોડપતિ બનાવી શકે છે. ભારત કરતાં આટલું નબળું ચલણ ધરાવતો આ ઈરાન ઈઝરાયલ સામે બાથ ભીડી રહ્યું છે અને દેશ-દુનિયામાં માત્ર આ બે જ નામોની ચર્ચા થઈ રહી છે.

આ પણ વાંચો -‏‏‎ ઈરાનના ફોર્ડો પરમાણુ કેન્દ્ર પર મોટો હુમલો: IAEAના વડાએ ગંભીર નુકસાનની આશંકા વ્યક્ત કરી

છે ને એકદમ યુનિક અને માહિતીસભર સ્ટોરી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે ચોક્કસ શેર કરજો અને તેમના જનરલ નોલેજમાં વધારો કરજો. આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.
Back to top button