
નવી દિલ્હીઃ માર્ચ મહિનાની મોંઘેરી શરૂઆત થઈ છે. મહિનાના પ્રથમ દિવસે જ એલપીજીના ભાવમાં વધારો થયો છે. 1 માર્ચથી 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે. દિલ્હીથી લઈ કોલકાતા સુધી 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 6 રૂપિયાનો વધારો થયો છે, 14.2 કિલોના રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ વધારો થયો નથી.
ઈન્ડિયન ઓયલની વેબસાઇટ પર આપવામાં આવેલા આંકડા મુજબ, માર્ચમાં કોમર્શિયલ સિલિન્ડરનો સૌથી ભાવ 2023માં વધ્યો હતો. એક જ ઝટકામાં ભાવમાં 352 રૂપિયાનો તોતિંગ વધારો થયો હતો. જ્યારે ગત મહિન બજેટના દિવસે 19 કિલો કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં 7 રૂપિયા ઘટાડો થયો હતો. જે આ મહિને 6 રૂપિયા વધારવામાં આવી છે.
Also read: 5 રાજ્યોમાં ચૂંટણી પૂરી થતા જ એલપીજી ગેસના ભાવમા વધારો, આજથી આ ભાવે મળશે સિલિન્ડર
આઓસીએલની વેબસાઈટ પ્રમાણે, દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત 1803 રૂપિયા થઈ ગઈ છે. જે ફેબ્રુઆરીમાં 1797 રૂપિયા હતી. મુંબઈમાં કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ 1749.50 રૂપિયાથી વધીને 1755.50 રૂપિયા પહોંચી ગયો છે. ઉલ્લેખનીય છે કે રાંધણ ગેસ એટલે કે 14 કિલોવાળા સિલિન્ડરના ભાવમાં છેલ્લે 1 ઓગસ્ટ 2024થી અત્યાર સુધી કોઈ ફેરફાર કરાયા નથી.