નેશનલ
‘અક્ષત પૂજા’ સાથે રામમંદિરને પવિત્ર કરવાની વિધિનો આરંભ
અયોધ્યા: ‘અક્ષત પૂજા’ સાથે રવિવારે રામમંદિરને પવિત્ર કરવાની વિધિનો આરંભ થયો હતો. હળદર અને ઘી સાથે અંદાજે ૧૦,૦૦૦ કિલો આખા ચોખાથી રામમંદિરના ‘રામ દરબાર’ ખાતે અક્ષત પૂજા શરૂ કરવામાં આવી હતી, એમ શ્રીરામ જન્મભુમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે કહ્યું હતું. પૂજા કરાયેલા આ ચોખાનું દેશના ૪૫ સંસ્થાકીય પ્રાન્તમાંથી આવેલા વિશ્ર્વ હિન્દુ પરિષદ (વિહિપ)ના ૯૦ હોદ્દેદારોમાં વિતરણ કરવામાં આવશે.
વિહિપના આ સભ્યો ત્યાર બાદ આ ચોખાનું બાવીસ જાન્યુઆરી પહેલા દેશભરમાં વિતરણ કરશે.
બાવીસ જાન્યુઆરીએ રામમંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવશે, એમ ટ્રસ્ટે કહ્યું હતું. (એજન્સી)