વડોદરાની વન્ડર વુમન તરીકે પ્રખ્યાત છે કર્નલ સોફિયા કુરેશીની જોડિયા બહેન શાયના

વડોદરાઃ ભારતે પાકિસ્તાનમાં રહેતા આતંકવાદીઓના ઠેકાણાઓને ઓપરેશન સિંદૂર હેઠળ ધ્વસ્ત કરી દીધી હતી. આ ઓપરેશન સિંદૂર અંગે દેશને જેણે સમગ્ર દેશને જાણકારી આપી તેવા સોફિયા કુરેશીની દરેક બાજુ ચર્ચાઓ થઈ રહી છે. લોકો અત્યારે દેશની દીકરી સોફિયા કુરેશીને સલામ કરી રહ્યાં છે. ગુજરાતના રહેવાસી કર્નલ સોફિયા એક આર્મી પરિવારના છે. તેના પિતા પણ સેનામાં રહી ચૂક્યા છે. સોફિયા કુરેશીના પિતાએ ભારતીય સેનામાં સેવાઓ આપેલી છે.

શાયનાને 2018 માં દાદાસાહેબ ફાળકે એવોર્ડ મળ્યો હતો
સોફિયા કુરેશી સાથે તેમની જોડિયા બહેન શાયના સુનસારાની પણ ચર્ચાઓ થઈ રહી છે. સોફિયા કુરેશીની બહેન શાયનાને કોઈ પરિચયની આવશ્યકતા નથી. શાયના તે એક ફેશન ડિઝાઇનર, મોડેલ અને અભિનેત્રી પણ છે. શાયનાને ફેશન ઈન્ડસ્ટ્રીમાં શ્રેષ્ઠ યોગદાન આપવા માટે 2018 માં દાદાસાહેબ ફાળકે એવોર્ડ મળ્યો હતો. તેઓ 2018 માં મિસ યુનાઇટેડ નેશન્સ અને મિસ ઇન્ડિયા અર્થ વર્લ્ડ પીસ પણ રહી ચૂક્યા છે.

શાયના રાઇફલ શૂટિંગમાં પણ ગોલ્ડ મેડલ વિજેતા રહી છે
વધારે વિગતે વાત કરવામાં આવે તો, ઇન્સ્ટાગ્રામમાં શાયનાના 28 હજાર ફોલોવર્સ છે. પોતાની સોશિયલ મીડિયા પ્રોફાઈલમાં તે મોડલ સાથે સાથે ફિટનેસને લગતી પોસ્ટ વધારે શેર કરે છે. એટલું જ નહીં પરંતુ પોતાની બહેન કર્નલ સોફિયા કુરેશીનો વીડિયો પણ તેણે ઈન્સ્ટાગ્રામમાં શેર કરેલો છે. એક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે શાયના મિસ ગુજરાતનો ખિતાબ પણ જીતી હતી શાયના રાઇફલ શૂટિંગમાં પણ ગોલ્ડ મેડલ વિજેતા રહી છે. શાયના વડોદરાની ‘વન્ડર વુમન’ તરીકે પણ જાણીતી છે. આ સાથે સાથે તેણે ગુજરાતમાં એક લાખથી વધારે છોડ પણ રોપ્યાં છે.
આપણ વાંચો: યોગી આદિત્યનાથે પાકિસ્તાન માટે કરી નાખી મોટી વાત, કૂતરાની પૂંછડી ક્યારેય સીધી થાય નહીં
ભારતીય સેનાના સિગ્નલ કોર્પ્સના અધિકારી છે સોફિયા કુરેશી
કર્નલ સોફિયા કુરેશીની વાત કરીએ તો તેઓ મૂળ ગુજરાતના છે, તેમનો જન્મ વડોદરામાં થયેલો છે. ગુજરાતના લેફ્ટનન્ટ કર્નલ કુરેશી પાસે બાયોકેમિસ્ટ્રીમાં અનુસ્નાતક ડિગ્રી છે. અત્યારે સોફિયા કુરેશી તે ભારતીય સેનાના સિગ્નલ કોર્પ્સના અધિકારી છે, જેમણે વર્ષ 2006 માં કોંગોમાં સંયુક્ત રાષ્ટ્ર શાંતિ કામગીરીમાં પણ કામ કર્યું હતું.