નેશનલ

Weather update: પહાડો પર બરફ પડતાં ઠંડી વધશે, દક્ષિણના રાજ્યોમાં વરસાદનું એલર્ટ

નવી દિલ્હી: આખા દેશમાં હવે ગુલાબી ઠંડીનો લોકોને અનુભવ થઇ રહ્યો છે. લોકોએ માળીએ ચઢાવેલ ગરમ કપડાં કાઢવાની શરુઆત પણ કરી દીધી છે. દક્ષિણના રાજ્યોમાં હાલમાં ભારે વરસાદ થઇ રહ્યો છે. હવામાન ખાતા દ્વારા આજે એટલે કે સોમવાર 30મી ઓક્ટોબરના રોજ તમિલનાડુ, કેરલ અને માહેમાં વરસાદનું એ લર્ટ જાહેર કર્યું છે. ઉપરાંત આઇએમડી દ્વારા જમ્મુ-કાશ્મીર, લેહ, લદાખ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશમાં બરફ પડશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન ખાતા દ્વારા મળતી માહિતી મુજબ સોમવારે 30મી ઓક્ટોબરના રોજ દિલ્હીમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં સહેજ ઘટાડો જોવા મળશે. રવિવારે દિલ્હીનું મહત્તમ તાપમાન 33 ડિગ્રી હતું. જે સમાન્ય કરતાં બે ડિગ્રી વધારે હતું. આઇએમડી મુજબ 30 ઓક્ટોબરે મહત્તમ તાપમાન 33 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી રહેવાની શક્યતાઓ છે. ઉપરાંત આગામી થોડા દિવસ રાજધાની દિલ્હીમાં સવારે સવારે ધુમ્મસ રહેવાની શક્યાતઓ છે.


દિલ્હીની હવાની ગુણવત્તા રવિવારે ખૂબ ખરાબ શ્રેણી સુધી પહોંચી ગઇ હતી અને આવનારા સમયમાં તેનું સ્તર વધુ નીચું જવાની શક્યતાઓ રહેલી છે. એક્યુઆઇ શૂન્યથી 50 સુધી સારું, 51થી 100 સંતોશજનક, 101 થી 200 મધ્યમ, 201થી 300 વચ્ચે ખરાબ, 301 થી 400 વચ્ચે ખૂબ જ ખરાબ અને 401 થઈી 500ની વચ્ચે ગંભીર માનવામાં આવે છે.



યુપીની વાત કરીએ તો અહીં લખનઉમાં પણ તાપમાન ધીરે ધીરે નીચું જઇ રહ્યું છે. લખનઉમાં આવનારા કેટલાંક દિવસો સુધી લઘુત્તમ તાપમાન 18-19 ડિગ્રી સેલ્સિયસ જ્યારે મહત્તમ તાપમાન 32-33 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતાઓ છે. ઉપરાંત નવેમ્બર શરુ થતાં જ ધુમ્મસ વધવાની શક્યાતઓ રહેલી છે.


ઉત્તરાખંડની વાત કરીએ તો અહીં પહાડી વિસ્તારોમાં ડોરદાર વરસાદ થઇ રહ્યો છે. આની સાથે સાથે જમ્મુ-કાશ્મીર, લેહ, લદાખ અને હિમાચલ પ્રદેશમાં પણ બરફ પડવાની શક્યતાઓ વર્તાઇ રહી છે. રાજાસ્થાનમાં પણ મોસમનો મીજાજ બદલાય તેવી શક્યતાઓ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button