કાશ્મીરમાં ઠંડીના પ્રકોપમાં વધારોઃ શ્રીનગરમાં માઇનસ 4.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન
શ્રીનગરઃ કાશ્મીરમાં ઠંડીના પ્રકોપમાં વધારો થયો છે. ખીણ વિસ્તારોમાં રાતના એંકદરે તાપમાનમાં ઘટાડો થયો હતો. હવામાન વિભાગે આજે જણાવ્યું હતું કે આગામી થોડા દિવસોમાં ખીણમાં હવામાન સૂકું રહેવાની શક્યતા છે.
વિભાગના જણાવ્યા અનુસાર શ્રીનગરમાં મંગળવારે રાત્રે લઘુત્તમ તાપમાન માઈનસ 4.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે છેલ્લી રાત્રિના માઈનસ 4.1 ડિગ્રી સેલ્સિયસથી ઓછું હતું.
આ પણ વાંચો: જમ્મુ કાશ્મીરમાં શીતલહેર યથાવતઃ ગુલમર્ગ, પહલગામમાં તાપમાન માઈનસમાં
સ્કીઇંગ માટે જાણીતા ઉત્તરી કાશ્મીરના પર્યટન સ્થળ ગુલમર્ગમાં લઘુતમ તાપમાન માઇનસ 7.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે છેલ્લી રાત્રિના માઈનસ 6.2 ડિગ્રી સેલ્સિયસથી ઓછું હતું.
પહેલગામમાં લઘુત્તમ તાપમાન માઈનસ 8.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. કાઝીગુંડમાં લઘુત્તમ તાપમાન માઈનસ 5.4, પંપોર શહેરના કોનીબલમાં માઇનસ 6.4 ડિગ્રી, કુપવાડામાં માઇનસ 4.7 ડિગ્રી સેલ્સિયસ અને કોકરનાગમાં માઈનસ 4.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
હવામાન વિભાગે જણાવ્યું હતું કે ખીણમાં 18 જાન્યુઆરી સુધી વાદળછાયુ વાતાવરણ રહેશે. ઉંચાણવાળા વિસ્તારોમાં કેટલાક સ્થળોએ 16 જાન્યુઆરી સુધી હળવી બરફવર્ષા થવાની સંભાવના છે.