નેશનલ

કાશ્મીરમાં ઠંડીનું મોજું: પહલગામમાં માઈનસ ૩.૩ ડિગ્રી

શ્રીનગર: કાશ્મીરમાં મંગળવારે રાતે શૂન્યડિગ્રીથી નીચે તાપમાન નોંધાયું હતું અને શ્રીનગરમાં આ સીઝનની સૌથી વધુ ઠંડી રાત અનુભવાઈ હતી તેવું અધિકારીઓએ બુધવારે કહ્યું હતું. કાશ્મીરની ખીણમાં ધુમ્મસનું આવરણ છવાયું હતું અને શ્રીનગર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર વિમાન વ્યવહાર થોડો સમય ખોરવાયો હતો. જોકે, તાપમાનમાં વધારો થતા ધુમ્મસ વિખરાયુ હતું અને વિમાનોની અવરજવર શરૂ થઈ હતી.

મંગળવારની રાતે શ્રીનગરમાં માઈનસ ૧.૮ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું જે સોમવારની રાતે માઈનસ ૧.૮ ડિગ્રી સેલ્સિયસ હતું. બુધવારની રાત સીઝનની સૌથી ઠંડી રાત હતી તેવું અધિકારીઓએ કહ્યું હતું. મંગળવારે રાતે કાશ્મીરના પહેલગામમાં સૌથી ઓછું તાપમાન એટલે કે માઈનસ ૩.૩ ડિગ્રી સેલ્સિયસ હતું, જ્યારે પુલવામામાં માઈનસ ૩.૨ ડિગ્રી સેલ્સિયસ તાપમાન હતું. કાઝીગુડમાં ૧.૦ ડિગ્રી સેલ્સિયસ હતું, જ્યારે ગુલમાર્ગમાં ૦.૬ ડિગ્રી અને કોકરનાગમાં ૦.૩ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button