નેશનલ

કાશ્મીરમાં શીત લહેર યથાવત્, ખીણમાં લઘુતમ તાપમાન ફ્રીઝિંગ પોઇન્ટથી નીચે

શ્રીનગર: કાશ્મીરમાં શીત લહેર યથાવત્ છે. ગુરુવારે ખીણમાં મોટાભાગના સ્થળોએ લઘુતમ તાપમાન ફ્રીઝિંગ પોઇન્ટથી કેટલાક ડિગ્રી નીચે ગયું હતું. અધિકારીઓના જણાવ્યા અનુસાર ઉત્તર કાશ્મીરના ગુલમર્ગ સ્કીઇંગ રિસોર્ટમાં લઘુતમ તાપમાન આગલી રાતના માઇનસ ૧૦ ડિગ્રી સેલ્સિયસથી ઘટીને માઇનસ ૧૨ ડિગ્રી સેલ્સિયસ થઇ ગયું હતું. બુધવારે રાત્રે ગુલમર્ગ ખીણમાં સૌથી ઠંડું સ્થળ નોંધાયું હતું. દક્ષિણ કાશ્મીરમાં પહેલગામમાં માઇનસ ૧૧.૯ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.

કોકરનાગ અને કાઝીગુંડ નગરોમાં અનુક્રમે માઇનસ ૪.૫ ડિગ્રી સેલ્સિયસ અને માઇનસ ૬.૪ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. જમ્મુ અને કાશ્મીરની ઉનાળાની રાજધાની શ્રીનગરમાં આગલી રાતના માઇનસ બે ડિગ્રી સેલ્સિયસની સરખામણીમાં માઇનસ ૫.૨ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. વર્ષના આ સમયગાળા દરમિયાન પહેલગામ, ગુલમર્ગ, કાઝીગુંડ અને શ્રીનગરમાં લઘુતમ તાપમાન સામાન્ય કરતાં લગભગ પાંચ ડિગ્રી ઓછું હતું.

‘ચિલ્લા-એ-કલાન’નો ૪૦ દિવસનો સૌથી સખત શિયાળાનો સમયગાળો આ અઠવાડિયાની શઆતમાં સમાપ્ત થયો હતા, પરંતુ શીત લહેર હજુ ચાલુ છે. હાલમાં ખીણ ૨૦ દિવસ લાંબી ‘ચિલ્લા-એ-ખુર્દ’(નાની ઠંડી)માંથી પસાર થઇ રહી છે. ત્યારબાદ ૧૦ દિવસની ‘ચિલ્લા-એ-બચ્ચા’ આવશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button