નેશનલ

ઉત્તર ભારતમાં શીત લહેર અમરનાથ યાત્રાના બેઝ કેમ્પમાં માઇનસ ૩.૯ ડિગ્રી ઠંડી

શ્રીનગર: કાશ્મીરમાં ઠંડીનું જોર રવિવારે વધ્યું હતું અને ખીણ વિસ્તારમાં તાપમાન ઘણાં સ્થળે શૂન્ય ડિગ્રીથી નીચું નોંધાયું હતું. શુક્રવારે અને ગુરુવારે તાપમાન થોડું વધુ હોવાથી રહેવાસીઓને રાહત થઇ હતી. શુક્રવારે રાતે શ્રીનગરમાં ૧.૨ ડિગ્રી સેલ્સિયસ તાપમાન હતું જે શનિવારે રાતે ત્રણ ડિગ્રી ઘટીને માઇનસ ૨.૧ માઈનેસ ડિગ્રી થયું હતું. અમરનાથ યાત્રાના બેઝ કેમ્પમાંથી એક બેઝ કેમ્પ પહલગામમાં શુક્રવારે રાતે ૦.૨ ડિગ્રી લઘુત્તમ તાપમાન હતું. જે શનિવારે રાતે ત્રણ ડિગ્રી ઘટીને માઇનસ ૩.૯ ડિગ્રી થયું હતું. સમગ્ર કાશ્મીરમાં પહલગામમાં સૌથી ઓછું તાપમાન હતું. બારામુલ્લા જિલ્લાના ગુલમર્ગમાં માઇનસ ૩.૫ ડિગ્રી સેલ્સિયસ તાપમાન હતું. કાઝીકુંડમાં માઇનસ ૨.૦, ડિગ્રી કોકરનાગમાં માઇનસ ૧.૧ ડિગ્રી, અને કુપવારામાં માઇનસ ૨.૭ ડિગ્રી હતું.
આ મહિનાના અંત સુધીમાં હવામાન મોટા ભાગે સુકુ રહેશે તેવું હવામાન વિભાગે રવિવારે કહ્યું હતું.

પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં રવિવારે શીત લહર અનુભવાઇ હતી. પંજાબમાં બંઠિડામાં, હરિયાણામાં બાલસમંદમાં અને રાજસ્થાનના ફતેહપુરમાં શનિવારે રાતે ઓછામાં ઓછું તાપમાન નોંધાયું હતું. બાલસમંદમાં ૪.૯ ડિગ્રી, બંઠિડામાં છ ડિગ્રી અને ફતેહપુરમાં ૪.૨ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. હરિયાણામાં બાલસમંદ પછી ભિવાનીમાં અને જઝઝરમાં ઠંડીનું પ્રમાણ સૌથી વધુ હતું.

પંજાબના પટિયાલામાં ૭.૨ ડિગ્રી, અમૃતસરમાં ૬.૨ ડિગ્રી, લુધિયાણામાં ૬.૬ ડિગ્રી, ફરીદકોટમાં અને ગુરુદાસપુરમાં સાત ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. રાજસ્થાનના અલવરમાં ૫.૯ ડિગ્રી, પિલાનીમાં ૬.૫ ડિગ્રી, સિરોહીમાં ૭.૧ ડિગ્રી અને ચુરુમાં ૭.૩ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

હરિયાણાના કર્નાલમાં ૭.૪ ડિગ્રી જયારે નારનૌલમાં ૬.૨ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. રાજસ્થાનના પશ્ર્ચિમી, ઉત્તરીય અને પૂર્વીય રાજસ્થાનમાં ઘણાં સ્થળે રવિવારે સવારે ધુમ્મસ છવાયું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button