Viral Video:કડકકતી ઠંડી વચ્ચે રેલવે પ્લેટફોર્મ પર સૂઈ રહેલા મુસાફરો પર ઠંડુ પાણી રેડાયું, યુઝર્સે આપી આ પ્રતિક્રિયા…
લખનૌ: લખનૌના ચારબાગ રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ પર સૂઈ રહેલા મુસાફરો પર ઠંડુ પાણી છાંટવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video)થઈ રહ્યો છે. જેથી ભારતીય રેલવેની ટીકા થઈ રહી છે. દેશમાં ઠંડીની લહેર વચ્ચે લખનૌના ચારબાગ સ્ટેશન પર રેલવે કર્મચારીઓએ પ્લેટફોર્મ પર સૂઈ રહેલા મુસાફરો પર ઠંડુ પાણી છાંટીને તેમણે ઉઠાડી રહ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ ફૂટેજમાં એ પણ જોઈ શકાય છે કે રેલવે કર્મચારીઓ યાત્રીઓને દબાણ કરી રહ્યા છે અને જગ્યા ખાલી કરો.
આ પણ વાંચો : Alert: યુપીમાં રેલવે અને આર્મીની પરીક્ષાના ઉમેદવારો માટે બોગસ દસ્તાવેજો બનાવનારી ગેંગનો પર્દાફાશ
મુસાફરોને પ્લેટફોર્મ છોડવાની ફરજ પાડવામાં આવી
આ સમગ્ર ઘટનાની વિગત મુજબ આ વિડીયો ગત સપ્તાહનો છે જેમાં મુસાફરોને પ્લેટફોર્મ છોડવાની ફરજ પાડવામાં આવી હતી. જેમાં પ્લેટફોર્મ પર સૂઈ રહેલા મુસાફરોએ ઉતાવળમાં ધાબળા સહિતનો તેમનો સામાન એકત્ર કર્યો હતો. જેની બાદમાં રેલવે સ્ટાફ દ્વારા પ્લેટફોર્મ સાફ કરવામાં આવ્યું હતું.
સરકાર લોકોને નિરાશ કરી રહી છે.
જોકે, આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર યુઝર્સે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. જેમાં યુઝર્સ ગુસ્સે થયા હતા અને મુસાફરો પ્રત્યેની અસંવેદનશીલતા માટે રેલવે સ્ટાફની ટીકા કરી હતી. એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું, ‘દિલ તૂટી ગયું, દરેક જગ્યાએ ખૂબ જ ગરીબી અને ઉપેક્ષા છે, સરકાર લોકોને નિરાશ કરી રહી છે.
જ્યારે અન્ય એક યુઝર્સે કહ્યું સ્ટેશનની સફાઈની જરૂર છે. પરંતુ આ રીતે નહીં, ખાસ કરીને આવી તીવ્ર ઠંડીમાં. નાના બાળકો માટે કોઈએ પણ વિચાર ના કર્યો ! જો તેમની ટ્રેન મોડી હોય અને વેઇટિંગ રૂમ ભરેલા હોય તો મુસાફરોએ ક્યાં જવું જોઈએ?
જો કે, કેટલાક લોકો સત્તાવાળાઓ સાથે સહમત થયા અને કહ્યું કે આ આરામ કરવાની જગ્યા નથી કારણ કે તેનાથી અન્ય લોકોને મુશ્કેલી થઈ શકે છે.
આ પણ વાંચો : ‘યુપી સરકારની માનસિકતા જ સાંપ્રદાયિક છે’ ઓવૈસીએ ભાજપ ઉપરાંત સપા અને કોંગ્રેસને પણ ફટકાર લગાવી…
સફાઈ કામદારોને ઠપકો આપવામાં આવ્યો
જો કે વિવાદ વધતાં લખનૌના ડીઆરએમએ એક નિવેદન જાહેર કરીને કહ્યું કે સફાઈ કામદારોને ઠપકો આપવામાં આવ્યો છે. તેમજ મુસાફરોને પ્લેટફોર્મ પર ન સૂવાની સલાહ આપવામાં આવી છે. સફાઈ કામદારો અને સીએચઆઈને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. સ્ટેશન પર વેઇટિંગ રૂમ, શયનગૃહ અને આરામ ખંડ સહિતની પૂરતી સુવિધાઓ ઉપલબ્ધ છે, જેનો ઉપયોગ મુસાફરોને કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.