કોકા-કોલાએ બોટલિંગ પેટાકંપની BIG પર તાળું માર્યું, જાણો આ નિર્ણય પાછળનું કારણ

કોકા-કોલા કંપની(Coca cola company) આજે રવિવારે તેના બોટલિંગ ઇન્વેસ્ટમેન્ટ ગ્રૂપ (BIG)ને બંધ કરવા જઈ રહી, જે ભારત સહિત સમગ્ર વિશ્વમાં કંપનીની બોટલિંગ કામગીરીની દેખરેખ રાખે છે. આ નિર્ણયની ભારત પર સીધી અસર થઇ શકે છે, કારણ કે કોકા-કોલા ઈન્ડિયાની સંપૂર્ણ માલિકીની બોટલિંગ પેટાકંપની હિન્દુસ્તાન કોકા-કોલા બેવરેજીસ (HCCB) BIGના નિયંત્રણ હેઠળ, એક અખબારી અહેવાલમાં આ દાવો કરવામાં આવ્યો છે.
એક અખબારી આહેવાલ મુજબ, કોકા કોલા કંપનીએ જણાવ્યું છે કે, “BIG કોર્પોરેટ ઓફિસ 30 જૂને બંધ થશે. BIG ના મુખ્ય મથકનો સૂર્યાસ્ત થવાનો અને વધુ સુવ્યવસ્થિત રીતે અમારા બાકીના બોટલિંગ રોકાણોની દેખરેખ રાખવાનો આ સમય યોગ્ય છે.” નોટમાં કહેવામાં આવ્યું છે કે ભારત, નેપાળ અને શ્રીલંકા તેના બોટલિંગ પ્લાન્ટ આંતરિક બોર્ડની દેખરેખ હેઠળ રહેશે. 2006 માં BIG ની સ્થાપના થઈ હતી.
એક અખબારી અહેવાલ મુજબ, કોકા-કોલાએ તેના IPO પહેલા વેલ્યુને અનલૉક કરવા માટે HCCBમાં નોંધપાત્ર માઈનોરીટી શેર વેચવા માટે ઓછામાં ઓછા ચાર અગ્રણી ભારતીય બિઝનેસ હાઉસ અને તેમની ફેમિલી ઑફિસનો સંપર્ક કર્યો છે.
આ પણ વાંચો : Amarnath Yatra 2024: યાત્રાના પ્રથમ દિવસે આટલા હજાર શ્રદ્ધાળુઓએ ગુફાની મુલાકાત લીધી
HCCB, જેણે 1997 માં કામગીરી શરૂ કરી હતી, તે 3,500 વિતરકો દ્વારા 2.5 મિલિયન રિટેલર્સને સપ્લાય પૂરી પાડે છે, સમગ્ર દેશમાં 16 પ્લાન્ટ ચલાવતી બોટલિંગ કંપનીએ આ વર્ષની શરૂઆતમાં રાજસ્થાનમાં તેની કામગીરીનો એક ભાગ વેચ્યો હતો, બિહાર, પશ્ચિમ બંગાળ અને ઉત્તરપૂર્વમાં સ્વતંત્ર એકમોને વેચવાથી લગભગ ₹2,420 કરોડ મેળવ્યા હતા.
બીજી તરફ, HCCBએ ગયા નવેમ્બરમાં મહારાષ્ટ્રમાં પ્લાન્ટ માટે ₹1,387 કરોડના રોકાણની અને ગયા ડિસેમ્બરમાં ગુજરાતમાં ₹3,000 કરોડના રોકાણની પણ જાહેરાત કરી હતી. આ વર્ષે મે મહિનામાં કંપનીએ તેલંગાણામાં ₹700 કરોડના રોકાણની જાહેરાત કરી હતી.
કોકા-કોલા તાજેતરના મહિનાઓમાં BIG ના કદને ઘટાડવાનો પ્રયાસ કરી રહી હતી, ધીમે ધીમે બોટલિંગ કામગીરીમાં તેની માલિકી ઓછી કરીને, બ્રાન્ડ અને બજારમાં સ્પર્ધા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા માટે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.