નેશનલ

ભારતીય કોસ્ટ ગાર્ડે લક્ષદ્વીપમાં ફસાયેલી માછીમારી બોટને બચાવી

લક્ષદ્વીપ: 27 જાન્યુઆરીના રોજ ભારતીય કોસ્ટ ગાર્ડે લક્ષદ્વીપ કિનારે સમુદ્રમાં એન્જિનની ખામીને કારણે 25 જાન્યુઆરી એટલે કે બે દિવસ પહેલા ફસાયેલી માછીમારી કરવા નીકળેલી બોટને સુરક્ષિત રીતે બચાવી અને તેને મિનિકોય ટાપુ પર લાવવામાં આવી હતી.

સંરક્ષણ વિભાગ દ્વારા શનિવારે જારી કરાયેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે આ બોટ ગુરુવારથી લક્ષદ્વીપના મિનિકોય દ્વીપથી દક્ષિણ-પશ્ચિમમાં 50 નોટિકલ માઈલ દૂર ભટકતી હતી.

ભારતીય કોસ્ટ ગાર્ડે જણાવ્યું હતું કે બોટ માટે જ્યારે રેસ્ક્યુ શરૂ કર્યું ત્યારે દરિયાનું વાતાવરણ એકદમ વિપરિત હતું તેમજ બોટ પણ એવા ઉબડખાબડ વિસ્તારમાં ફસાઈ હતી કે તેને બહાર કાઢવી ખૂબજ મુશ્કેલ હતી. ભારે જહેમત બાદ બોટને ખેંચીને બહાર કાઢવામાં આવી હતી બાદમાં બોટને સલામતી માટે મિનિકોયમાં લાવવામાં આવી હતી.

એક સત્તાવાર નિવેદન અનુસાર તમિલનાડુના થૂથુકુડીથી સંચાલિત ભારતીય માછીમારી બોટ અરુલ મથા (IND-TN-12-MM-5207)ના એન્જિનમાં ખામી સર્જાઈ હતી અને તે દરિયામાં ફસાઈ ગઈ હતી. જ્યારે રેસ્ક્યુ કરવામાં આવ્યું ત્યારે આ બોટ પર કુલ નવ ક્રૂ મેમ્બર હતા.

ભારતીય કોસ્ટ ગાર્ડ શિપ માટે પણ આ કામ ખૂબજ અઘરું હતું કારણકે રાતનો સમય હતો અને દરિયામાં મિનિકોય આઇલેન્ડથી ઘણું દૂર હતું. જો કે બોટમાં સવાર તમામ ક્રુ મેમ્બરોએ પોતાની રીતે તમામ પ્રયત્નો કર્યા કે બોટ ચાલુ થઈ જાય પરંતુ કલાકો સુધી પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યા બાદ તેમને સમજાઈ ગયું કે બોટમાં કોઈ ટેક્નિકલ ખામી છે એટલે એમાં કંઈ થઈ શકે તેમ નથી.

ભારતીય કોસ્ટ ગાર્ડને આ બોટ વિશે જાણ થતા તે પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા પરંતુ બોટનું એન્જિન બંધ થઈ ગયું હોવાથી છે અને દરિયામાં સમારકામ શક્ય નથી.પરિસ્થિતિની ગંભીરતાને સમજીને ICG જહાજે બોટને મિનિકોય હાર્બરમાં સલામત સ્થળે લઈ જવાનું નક્કી કર્યું હતું.

સતત 24 કલાકથી વધુ સમય સુધી ચાલેલા ઓપરેશન બાદ, ભારતીય માછીમારી બોટ અને તેના ક્રૂને સલામત સ્થિતિમાં ફિશરીઝ વિભાગને સોંપવામાં આવ્યા હતા. દરિયામાં માછીમારોને મદદ કરવામાં ભારતીય કોસ્ટ ગાર્ડે જે રીતે નવ ક્રૂ મેમ્બરોનો જીવ બચાવ્યો તેના લીધે તેમને સમુદ્રના રખવાળ તરીકે ઓળખ આપવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button