નેશનલ

16 વર્ષથી નીચેના વિદ્યાર્થીઓને કોચિંગમાં એન્ટ્રી નહી મળે, કોચિંગ માટે સરકારે જાહેર કર્યા નવા નિયમો….

નવી દિલ્હી: દેશમાં વિદ્યાર્થીઓમાં ભણતરના દબાણના કારણે આત્મહત્યાના કિસ્સાઓ વધી રહ્યા છે. તેને ધ્યાનમાં રાખીને શિક્ષણ મંત્રાલય દ્વારા એક નિર્દેશ જારી કરવામાં આવ્યો છે. આ નિર્દાશ અનુસાર કોચિંગ સંસ્થાઓ 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને પ્રવેશ આપી શકશે નહીં તેમજ સારા માર્કસ અથવા રેન્કની ગેરંટી જેવી ભ્રામક જાહેરાતો કે વચનો પણ આપી શકશે નહીં. અને બાળકોના માતા-પિતાને ગેરમાર્ગે દોરનારી માહિતી પણ આપી શકશે નહીં. આ ઉપરાંત કોચિંગ સેન્ટરો મનમાની ફી પણ વસૂલી શકશે નહિ.

દેશભરમાં NEET અથવા JEEની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓના આત્મહત્યાના કેસ ખૂબજ ઝડપથી વધી રહ્યા હતા. રાજસ્થાનના કોટામાં બનેલી આત્મહત્યાની ઘટનાઓ અને બેલગામ કોચિંગ સેન્ટરોની મનસ્વીતાને ધ્યાનમાં રાખીને કેન્દ્રએ આ માર્ગદર્શિકા આપી છે. માર્ગદર્શિકા અનુસાર, IIT JEE, MBBS, NEET જેવા વ્યાવસાયિક અભ્યાસક્રમો માટેના કોચિંગ સેન્ટરો પાસે ફાયર અને બિલ્ડિંગ સેફ્ટી સંબંધિત એનઓસી હોવી જરૂરી છે. કોચિંગ કલાસમાં ફક્ત પરીક્ષાઓલક્ષી બાબતો જ નહિ પરંતુ ભણતરને કારણે આવતા દબાણમાં પણ વિદ્યાર્થીઓને માનસિક સપોર્ટ આપવાનો રહોશે. કોઈપણ કોચિંગ ક્લાસ ગ્રેજ્યુએશન કરતા ઓછી લાયકાત ધરાવતા શિક્ષકોની નિમણૂક કરશે નહીં. કોચિંગ ક્લાસમાં 16 વર્ષથી નીચેના વિદ્યાર્થીઓની નોંધણી કરી શકાતી નથી. કોચિંગ સંસ્થામાં વિદ્યાર્થીઓની નોંધણી માધ્યમિક શાળાની પરીક્ષા પછી જ થવી જોઈએ. કોચિંગ સંસ્થાઓ નૈતિક ગેરવર્તણૂક સાથે સંકળાયેલા કોઈપણ ગુના માટે દોષિત ઠેરવવામાં આવેલા શિક્ષક અથવા વ્યક્તિની સેવાઓને નિયુક્ત કરી શકતી નથી.


કોચિંગ સંસ્થાઓ કોઈપણ ગુના માટે દોષિત ઠેરવવામાં આવેલા શિક્ષક અથવા વ્યક્તિને બાળકોને ભણાવવા માટે નિયુક્ત કરી શકશે નહિ. જ્યાં સુધી આ માર્ગદર્શિકા દ્વારા જાહેર કરાયા મુજબ કાઉન્સેલિંગ સિસ્ટમ ન હોય ત્યાં સુધી કોઈપણ સંસ્થાની નોંધણી કરવામાં આવશે નહીં. માર્ગદર્શિકામાં એ પણ કહેવામાં આવ્યું છે કે કોચિંગ સંસ્થાઓ પોતાની એક વેબસાઈટ બનાવવાની રહેશે જેમાં શિક્ષકો, અભ્યાસક્રમ, અભ્યાસક્રમ પૂર્ણ થવાનો સમયગાળો, છાત્રાલયની સુવિધાઓ અને વસૂલવામાં આવતી ફીની અપડેટની તમામ વિગતો આપવાની રહશે. નવી માર્ગદર્શિકા અનુસાર વિદ્યાર્થીઓ પર બિનજરૂરી દબાણ લાવ્યા વિના વર્ગો ચલાવવાના રહેશે અને તે પણ પાંચ કલાકથી વધારે સમય વર્ગો ચલાવી શકાશે નહિ.


કોચિંગ સેન્ટરોએ માર્ગદર્શિકા મુજબ નોંધણી ન કરવી હોય અને નિયમોનું ઉલ્લંઘન કર્યું હશે તો તે બદલ ભારે દંડ ભરવો પડશે. કોચિંગ સેન્ટરે પ્રથમવાર નિયમોનું ઉલ્લંઘન કર્યું હશે તો માટે રૂ. 25,000નો દંડ, બીજી વાર માટે રૂ. 1 લાખ અને ત્રીજી વાર જો કોઈ નિયમનું ઉલ્લંઘન કરે છે તો કોચિંગ સેન્ટરની નોંધણી રદ કરવામાં આવશે.
આ ઉપરાંત કોચિંગ સેન્ટર કોર્સના સમયગાળા દરમિયાન ફી વધારી શકાશે નહિ. અને જો કોઈ વિદ્યાર્થી સંપૂર્ણ ચુકવણી કરવા છતાં અધવચ્ચે અભ્યાસક્રમ છોડવા માટે અરજી કરે છે, તો કોર્સની બાકીની રકમ હોસ્ટેલ અને મેસ ફી સાથે વિદ્યાર્થીને પાછી આપવાની રહેશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
IPL-2024: આજે રમાનારી મેચ પહેલાં આ કોણ મળવા પહોંચ્યું RCBના Virat Kohliને? દેખાવમાં પોતાના Grand Parentsની Carbon Coppy છે આ Star Kids… તમે ગમે તેટલી કમાણી કરો આ 10 દેશોમાં આવકવેરો લેવામાં આવતો નથી Sachin Tendulkar Turns 51: Cricket Legend’s Journey