સીએનજીના ભાવમાં કિલોદીઠ અઢી રૂપિયાનો ઘટાડો
મુંબઈ: સીએનજીના ભાવમાં બુધવારથી કિલોદીઠ અઢી રૂપિયાનો ઘટાડો જાહેર કરવામાં આવ્યો હતો.
મહાનગર ગૅસ લિમિટેડ (એમજીએલ) એ પાંચમી માર્ચ ૨૦૨૪ની મધ્યરાત્રિથી એટલે કે છઠ્ઠી માર્ચ ૨૦૨૪ની સવારથી કોમ્પ્રેસ્ડ નેચરલ ગૅસ (સીએનજી)ની કિંમત ઘટાડીને રૂ. ૭૩.૫૦ પ્રતિ કિલો કરી દીધી છે. આ અગાઉ કંપનીએ ઑકટોબરમાં સીએનજીના ભાવમાં કિલોદીઠ ત્રણ રૂપિયા અને પીએનજીના ભાવમાં કિલોદીઠ બે રૂપિયાનો ઘટાડો કર્યો હતો.
કંપનીએ મંગળવારે જણાવ્યું હતું કે ગૅસ ઇનપુટ કોસ્ટમાં ઘટાડાથી એમજીએલ મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં સીએનજીના ભાવમાં ₹ ૨.૫૦ પ્રતિ કિલોનો ઘટાડો જાહેર કર્યો છે.
કંપનીએ ઉમેર્યું હતું કે, એમજીએલની સીએનજીની કિંમત હવે મુંબઈમાં વર્તમાન ભાવ સ્તરે પેટ્રોલ અને ડીઝલની સરખામણીમાં અનુક્રમે ૫૩ ટકા અને ૨૨ ટકાની આકર્ષક બચત આપે છે.
સીએનજીના ભાવમાં આ ઘટાડો ટ્રાન્સપોર્ટેશન સેગમેન્ટમાં કુદરતી ગૅસનો વપરાશ વધારવામાં મદદ કરશે, જે ભારતને સ્વચ્છ અને હરિયાળું બનાવવા તરફનું એક પગલું છે, એમ કંપનીએ ઉમેર્યું હતું.
વધતી મોંઘવારી વચ્ચે મુંબઈકરોને આંશિક રાહત મળી છે. મુંબઈમાં સીએનજીના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. મહાનગર ગૅસ લિમિટેડ (એમજીએલ) એ સીએનજી ગૅસના ભાવમાં પ્રતિ કિલોએ ૨.૫ રૂપિયાનો ઘટાડો કર્યો છે. હવે મુંબઈમાં એક કિલો સીએનજીની કિંમત ૭૩.૫૦ રૂપિયા થશે.
મહાનગર ગેસ લિમિટેડ (એમજીએલ) એ મંગળવારે મુંબઈ અને મેટ્રોપોલિટન ક્ષેત્ર માટે સીએનજીના ભાવમાં ઘટાડો કર્યો છે. કંપનીએ સીએનજીના ભાવમાં પ્રતિ કિલો રૂ. ૨.૫નો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. આ ઘટાડો પાંચ/છ માર્ચની મધરાતથી લાગુ થઇ ગયો છે. નવા ભાવ પ્રમાણે હવે એક કિલો સીએનજી માટે માત્ર ૭૩.૪૦ રૂપિયા ચૂકવવા પડશે.
ઘટાડા બાદ સામાન્ય લોકો માટે બચત થશે. પેટ્રોલની સરખામણીમાં સીએનજી પર ૫૩ ટકા અને ડીઝલની સરખામણીમાં ૨૨ ટકા બચત થઈ શકે છે.