નેશનલ

મંદિરની જગ્યા વાળા સંજય રાઉતના દાવા પર CM યોગીનો વળતો જવાબ

લખનૌ: અયોધ્યામાં ઐતિહાસિક પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે. તેવામાં શિવસેના (UBT) સાંસદ સંજય રાઉતે (MP Sanjay Raut) મંદિરની જગ્યાને લઈને દાવો કરીને એક નવા જ વિવાદને જન્મ આપ્યો છે.

સંજય રાઉતે કહ્યું, “ભગવાન શ્રી રામ લલ્લાનો જન્મ વિવાદિત બાબરી મસ્જિદના મોટા ગુંબજ નીચે થયો હતો, એટલા માટે મંદિર બનાવવા સારું મસ્જિદ તોડી પાડવામાં આવી હતી. તો પછી મંદિર ત્યાંથી ત્રણ કિલોમીટર દૂર કેમ બનાવવામાં આવી રહ્યું છે”

તેવામાં ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે મીડિયા સાથેની વાતચીતમાં વિપક્ષના આરોપો પર ખુલ્લેઆમ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો.

રામ મંદિરના ગર્ભગૃહ અંગે સંજય રાઉતનું કહેવું છે કે ભાજપ આ રામ મંદિર યોગ્ય જગ્યાએ નથી બનાવી રહ્યું. તેનો અર્થ એ છે કે રામ મંદિરનું ગર્ભગૃહ તે જગ્યાએ નથી બની રહ્યું જ્યાં તે હોવું જોઈએ. વાસ્તવમાં એવું માનવામાં આવે છે કે રામલલાનું અસલી જન્મસ્થળ એ જ છે જ્યાં પહેલા બાબરીનો ગુંબજ હતો.

સંજય રાઉતના દાવા પર વળતો પ્રહાર કરતાં CM યોગીએ કહ્યું કે જ્યારે સંજય રાઉત અને ઉદ્ધવ ઠાકરે અયોધ્યા આવ્યા હતા ત્યારે તેઓએ આ અમૂલ્ય સૂચન કેમ ન આપ્યું. યુબીટી નેતાઓ પર કટાક્ષ કરતા સીએમ યોગીએ કહ્યું કે દ્રાક્ષ ખાટી છે તે કોઈ પણ કહી શકે છે.

તેમના દાવાઓનું ખંડન કરતાં CM યોગી આદિત્યનાથ કહે છે મંદિર એક પરફેક્ટ જગ્યાએ જ બની રહ્યું છે અને ઉદ્ધવ ઠાકરે પોતે દર્શન માટે આવી ચૂક્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button