યોગીનો હુંકાર, બરેલીના મૌલાના ભૂલી ગયા કે યુપીમાં કોની સરકાર છે | મુંબઈ સમાચાર
નેશનલ

યોગીનો હુંકાર, બરેલીના મૌલાના ભૂલી ગયા કે યુપીમાં કોની સરકાર છે

લખનૌ : ઉત્તર પ્રદેશના બરેલીમાં આઈ લવ મુહમ્મદ પોસ્ટરના વિવાદ બાદ ભારે હંગામો મચ્યો હતો. જેની બાદ પોલીસે કાર્યવાહી કરીને અનેક લોકોની ધરપકડ કરી છે. જે દરમિયાન યુપીના સીએમ યોગી આદિત્યનાથનું નિવેદન પ્રકાશમાં આવ્યું છે. તેમણે કહ્યું કે ગઈકાલે મૌલાના ભૂલી ગયા હતા કે રાજ્યમાં કોનું શાસન છે. તેમને લાગ્યું કે તે વ્યવસ્થાને તોડી પાડશે. પરંતુ અમે સ્પષ્ટ કરી દીધું છે ન તો નાકાબંધી થશે ન તો કર્ફ્યું લાગશે. આ ઘટના બાદ યુપીના સીએમ યોગી આદિત્યનાથે શુક્રવારે રાત્રે વિડીયો કોન્ફરન્સથી અધિકારીઓને ઉપદ્રવીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતા. જેની બાદ 10 કેસ દાખલ કરવામાં આવ્યા છે.

ઉપદ્રવીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાના આદેશ

સીએમ યોગીએ કહ્યું કે અમે જે પાઠ શીખવ્યા છે તે ભવિષ્યની પેઢીઓને રમખાણો કરતા પહેલા બે વાર વિચારવા માટે મજબૂર કરશે. તેમણે કહ્યું જે વર્ષ 2017 પહેલા ઉત્તર પ્રદેશમાં આ સામાન્ય હતું, પરંતુ તેની બાદ અમે કર્ફ્યુ પણ લાદવાની મંજૂરી આપી ન હતી. સીએમ યોગીએ કહ્યું કે અગાઉની સરકારોમાં તોફાનીઓને મુખ્યમંત્રીના નિવાસસ્થાને બોલાવવામાં આવતા હતા અને તેમનું સન્માન કરવામાં આવતું હતું.

પોલીસે મૌલાના તૌકીર રઝાની અટકાયત કરી

બરેલીમાં શુક્રવારની નમાઝ પછી ફાટી નીકળેલા હિંસક વિરોધ પ્રદર્શનના સંદર્ભમાં પોલીસે ઇત્તેહાદ-એ-મિલ્લત કાઉન્સિલના વડા મૌલાના તૌકીર રઝાની અટકાયત કરી છે. આઈ લવ મુહમ્મદ ના નારાને લઈને થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન હિંસા ફાટી નીકળી હતી. જેમાં તોડફોડ, પથ્થરમારો અને પોલીસ પર ગોળીબારનો સમાવેશ થાય છે. પોલીસે અત્યાર સુધીમાં 1,700 અજાણ્યા અને કેટલાક મહત્વના લોકો વિરુદ્ધ 10 ફરિયાદ નોંધી છે. આ ઘટનાના સંદર્ભમાં તેમણે 39 લોકોની ધરપકડ કરી છે.

આ પણ વાંચો…આઈ લવ મુહમ્મદ વિવાદ, યુપીમાં ઠેર ઠેર હિંસા, મુસ્લિમોનો પોલીસને પડકાર

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button