Mahakumbh 2025 : મહાકુંભમાં મુસ્લિમોને પ્રવેશને લઈને સીએમ યોગીનું મોટું નિવેદન
લખનૌ : ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાનારા મહાકુંભ માટે (Mahakumbh 2025) તૈયારીઓ આખરી તબક્કામાં છે. તેમજ પ્રયાગરાજમાં આવનારા શ્રદ્ધાળુઓ માટે પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. તેવા સમયે મહાકુંભમાં મુસ્લિમોના પ્રવેશ અંગે યુપીના સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે જેમને ભારત અને ભારતીયતા પ્રત્યે ભારતની શાશ્વત પરંપરા પ્રત્યે આદર અને શ્રદ્ધા છે તેમણે અહીં આવવું જોઈએ. પરંતુ જો કોઈ દુર્ભાવનાપૂર્ણ માનસિકતા ધરાવતા વ્યક્તિ અહી ના આવવું જોઇએ. જોકે, ભક્તિભાવથી આવતા દરેક વ્યક્તિએ પ્રયાગરાજ આવવું જોઈએ.
ભારતીય પરંપરા પર ગર્વ અનુભવે છે
એક ટીવી ચેનલના કાર્યક્રમમાં પ્રયાગરાજ મહાકુંભમાં મુસ્લિમોના પ્રવેશ અંગે પૂછવામાં આવેલા પ્રશ્ન પર, સીએમ યોગીએ કહ્યું, “જે કોઈ પોતાને ભારતીય માને છે, તેને ભારતીય સનાતન પરંપરામાં વિશ્વાસ છે. ઘણા લોકો એવા છે જેમણે કોઈપણ ભારતીય પરંપરા સ્વીકારી. પ્રાચીન સમયમાં દબાણ હેઠળ તેમના પૂર્વજોએ ઇસ્લામને તેમની પૂજા પદ્ધતિ તરીકે સ્વીકાર્યો, પરંતુ તેઓ હજુ પણ ભારતીય પરંપરા પર ગર્વ અનુભવે છે. તેઓ તેમના ગોત્રને ભારતીય ઋષિઓના નામ સાથે જોડે છે.
તેમણે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે
તેમજ તહેવારો અને ઉજવણીઓ દરમિયાન તેમની ભાગીદારી એ જ સ્વરૂપમાં છે. જો તે લોકો પરંપરાગત રીતે સ્નાન કરવા સંગમ આવે છે તો તેમાં કોઈ નુકસાન નથી. તેમનું સ્વાગત છે. તેમણે આવવું જોઈએ. કોઈ વાંધો નથી. પરંતુ જો કોઈ એવું કહેવા આવે કે આ ભૂમિ અમારી છે અમે તેની પર કબજો કરીશું. તો મને લાગે છે કે તેમણે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
કોઈની સાથે કોઈ ભેદભાવ નથી
સીએમ યોગીએ વધુમાં કહ્યું, “કોઈપણ વ્યક્તિ મહાકુંભમાં આવી શકે છે. મહાકુંભ એક એવી જગ્યા છે જ્યાં જાતિ અને સંપ્રદાયનો કોઇ ભેદ નથી. જ્યાં કોઈપણ પ્રકારના ભેદભાવ માટે કોઈ સ્થાન નથી. મહાકુંભ વિશે એક માન્યતા છે જે તમને જોવા મળશે.વસુધૈવ કુટુમ્બકમનું એક વિશાળ અને ભવ્ય સ્વરૂપ. દેશ અને દુનિયાભરમાંથી કરોડો ભક્તો ટૂંકા ગાળામાં આટલા મોટા પાયે એક જગ્યાએ ભેગા થશે. તેમાં કોઈની સાથે કોઈ ભેદભાવ નહિ થાય.
આ પણ વાંચો : મહાકુંભમાં આવતા શ્રદ્ધાળુઓને મળશે ચોખ્ખી હવા, કરવામાં આવ્યું છે આ ખાસ આયોજન
પ્રયાગરાજ પહોંચ્યા અને 450 લોકો સાથે સ્નાન કર્યું
ભારત-મોરેશિયસ સંબંધોની ચર્ચા કરતી વખતે સીએમ યોગીએ કહ્યું કે ત્યાંના લોકોએ ગંગા કિનારે ગંગાની સ્મૃતિને સાચવી રાખી છે. મોરેશિયસના પ્રધાનમંત્રીની વારાણસી મુલાકાતનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે અમે તેમને સંગમમાં ડૂબકી લગાવવા વિનંતી કરી હતી. તેમણે અમારી વિનંતી સ્વીકારી અને પ્રયાગરાજ પહોંચ્યા અને 450 લોકો સાથે સ્નાન કર્યું.