નેશનલ

જો મંદિર સામે જુલુસ નીકળી શકે તો મસ્જિદ સામે કેમ નહીંઃ વિધાનસભામાં યોગીના આકરા તેવર

લખનઉઃ ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) વિધાનસભામાં (Legislative Assembly) શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. તે દરમિયાન સોમવારે ગૃહમાં મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ (CM Yogi Adityanath) વિપક્ષ પર પ્રહાર કરતા જોવા મળ્યા હતા. આ સાથે જ તેમણે સંભલમાં થયેલા તમામ રમખાણોનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે રાજ્યમાં મુસ્લિમ તહેવારો દરમિયાન કોઈ સમસ્યા ઊભી થતી નથી. આથી જો હિંદુઓના ઉત્સવો દરમિયાન કોઈ અડચણ ઊભી થશે તો સરકાર આરોપીઓ સામે કાર્યવાહી કરશે. આ સિવાય તેમણે ઘણા વિષયો પર આક્રમક થઈને પોતાની વાત ગૃહમાં રાખી હતી.

ભગવો કેમ ન ફરકાવી શકાય?
મુખ્ય પ્રધાન આદિત્યનાથે કહ્યું કે રાજ્યમાં મુસ્લિમ તહેવારો દરમિયાન કોઈ સમસ્યા ઊભી થતી નથી. આથી જો હિંદુઓના ઉત્સવો દરમિયાન કોઈ અડચણ ઊભી થશે તો સરકાર આરોપીઓ સામે કાર્યવાહી કરશે. તેમણે કહ્યું હતું કે જ્યાં મુસ્લિમોની વસ્તી છે ત્યાં જ રમખાણો શા માટે થાય છે? જ્યારે મંદિરની સામેથી જુલૂસ નીકળી શકે છે તો મસ્જિદની સામે શા માટે શોભાયાત્રા ન નીકળી શકે. પોતાના જ દેશમાં કોઇ એક ધ્વજ કેમ ન ફરકાવી શકે? ભગવો કેમ ફરકાવી ન શકાય?

બાબરનામામાં પણ ઉલ્લેખ છે કે….
સંભલ જામા મસ્જિદમાં મંદિર હોવાના દાવા પર મુખ્ય પ્રધાન યોગીએ કહ્યું કે સૂર્ય, ચંદ્ર અને સત્યને લાંબા સમય સુધી છુપાવી શકાય નહીં. બાબરનામામાં પણ એવો ઉલ્લેખ છે કે દરેક મંદિરને તોડીને જ સ્થાપત્ય કે મસ્જિદ બનાવવામાં આવી છે. ભારતની ધરોહર છે, સરકાર પણ તેના પર કામ કરી રહી છે. આ માત્ર સર્વેનો મુદ્દો હતો. જિલ્લા મેજિસ્ટ્રેટ જિલ્લાના વહીવટના વડા છે, કોર્ટના આદેશનું પાલન કરવાની તેમની જવાબદારી છે.

1978માં 184 હિંદુઓને બાળી નખાયા
વિધાનસભામાં વિપક્ષ પર પ્રહાર કરતા મુખ્ય પ્રધાન યોગીએ કહ્યું કે સંભલ હિંસા (Sambhal Violence) જેના પર વિપક્ષ હંગામો મચાવી રહ્યો છે, તેમના શાસન દરમિયાન નરસંહાર થયો હતો. વિપક્ષના શાસન દરમિયાન જ સંભલમાં 815 કોમી રમખાણો થયા હતા. વર્ષ 1947થી જ સંભલમાં રમખાણોનો ઈતિહાસ છે. 1978માં 184 હિંદુઓને બાળી નાખવામાં આવ્યા હતા. શું વિપક્ષે ક્યારેય આ મુદ્દો ઉઠાવ્યો છે? શું ગુનેગારોને સજા થઈ? NCRBનો ડેટા છે કે વર્ષ 2017 થી હિંસાની ઘટનાઓમાં 99 ટકાનો ઘટાડો થયો છે.

આ પણ વાંચો : સંભલમાં પ્રાચીન મંદિર મળ્યુંઃ યોગી આદિત્યનાથે આપ્યું મહત્ત્વનું નિવેદન, શું રાતોરાત…?

વિષ્ણુનો દસમો અવતાર સંભલમાં જ
મુખ્ય પ્રધાન યોગીએ વિધાનસભામાં વિપક્ષના નેતાને કહ્યું કે તમારો જન્મ એક શ્રેષ્ઠ બ્રાહ્મણ પરિવારમાં થયો છે. અમે ભારતીય પુરાણોની પરંપરામાં માનીએ છીએ. આપણા પુરાણમાં કહેવાયું છે કે ભગવાન વિષ્ણુનો દસમો અવતાર સંભલમાં જ થશે. કલ્કિનો અવતાર સંભલમાં જ થશે. એ જ સંભાલમાં થશે જ્યાં હિંસા થતી હતી, આ તો માત્ર સર્વેની વાત છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button