
નવી દિલ્હીઃ દિલ્હીમાં સરકાર બનતાની સાથે જ મુખ્ય પ્રધાન રેખા ગુપ્તા એક્શનમાં આવી ગયા છે. તેમણે આપ સરકારના કાર્યકાળની બધી ફાઇલો ખોલવાનો અને વિધાનસભામાં CAG રિપોર્ટ રજૂ કરવાનો નિર્ણય લીધો છે. તેમના આ નિર્ણયથી એમ લાગે છે કે આવનારા દિવસોમાં કેજરીવાલની મુશ્કેલી વધી શકે છે.
Also read : Delhi ના સીએમ રેખા ગુપ્તાએ મંત્રીમંડળ સાથે યમુના નદીના વાસુદેવ ઘાટ પર કરી આરતી અને પૂજા
દિલ્હીમાં 27 વર્ષ બાદ ભાજપ સત્તામાં પાછી ફરી છે. મહિલા શક્તિને માન આપતા ભાજપે દિલ્હીમાં મુખ્યપ્રધાન પદની કમાન તેજ તરાર અને ગતિશીલ નેતા રેખા ગુપ્તાને સોંપી છે. રેખા ગુપ્તાએ તેમના છ મંત્રીઓ સાથે પદ અને ગુપ્તતાના શપથ લીધા હતા અને તેમના મંત્રીઓ સહિત પોતાના કાર્યાલયમાં પહોંચીને કાર્યભાર પણ સંભાળી લીધો હતો.
દિલ્હીના મુખ્ય પ્રધાન રેખા ગુપ્તા શપથ ગ્રહણ બાદ તુરંત એક્શનમાં આવી ગયા હતા. દિલ્હી સરકારના મંત્રીઓના નિવેદનો બહાર આવી રહ્યા છે, જેને કારણે AAPના પૂર્વ મુખ્યપ્રધાન કેજરીવાલની મુશ્કેલીઓ વધે તેવું લાગે છે. દિલ્હીના મુખ્ય પ્રધાન રેખા ગુપ્તાએ જાહેરાત કરી છે કે મુખ્યપ્રધાન પદનો કાર્યભાર સંભાળ્યા પછી તેમની સરકાર પોતાના વચનો પુરા કરવામાં એક પણ દિવસ કે એક પણ મિનિટનો સમય બગાડશે. નહીં વિકસિત દિલ્હીના મિશન માટે સતત કાર્ય કરવામાં આવશે. દિલ્હીને આપેલા દરેક વચનો પૂર્ણ કરવામાં આવશે.
મુખ્યપ્રધાન કાર્યાલયમાં પ્રવેશયાના ત્રણ કલાકની અંદર તેમણે ભાજપના એજન્ડા પર કાર્ય શરૂ કરી દીધું હતું. તેમણે યમુના આરતી કરી હતી. ત્યારબાદ દિલ્હી કેબિનેટની પહેલી બેઠકમાં મોટો નિર્ણય લેતા આપ સરકારના કાર્યકાળની બધી ફાઇલો ખોલવાનો સંકેત આપી દીધો હતો નવી ભાજપ સરકારે વિધાનસભામાં CAG રિપોર્ટ રજૂ કરવાનો પણ નિર્ણય લીધો છે.
Also read : દિલ્હીને ચોથા મહિલા મુખ્ય પ્રધાન મળ્યાં, દરેક CM કેટલું ટક્યાં?
CAG રિપોર્ટમાં શું છે?
CAGના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આપ સરકારમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો કેબિનેટ કે દિલ્હીના LGની મંજૂરી વિના જ મનસ્વી રીતે લેવામાં આવ્યા હતા. અનેક ફરિયાદો છતાં બધી સંસ્થાઓને બોલી લગાવવાની મંજૂરી આપવામાં આવી હતી. આ બધા અહેવાલો PWD વિભાગ, DTC વિભાગ, મોહલ્લા ક્લિનિક વિભાગ, યમુના સફાઈ અને એક્સાઇઝ વિભાગ સાથે સંબંધિત છે. આ અહેવાલોમાં AAP સરકારની મોટી ભૂલો અને નિષ્ફળતાઓની કહાની છે.
એમ માનવામાં આવે છે કે CAGનો રિપોર્ટ રજૂ થયા પછી અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાની મુશ્કેલીઓ વધી શકે છે કારણ કે દિલ્હી વિધાનસભામાં આ રિપોર્ટ રજૂ થતાં જ CAGના નેતાઓ પર ગાજ પડવાની છે તે નક્કી જ છે.
Also read : જાણો.. કોણ છે દિલ્હીના નવા મુખ્યમંત્રી Rekha Gupta?
દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં યમુના નદીની સફાઈનો મુદ્દો ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો અને મુખ્યપ્રધાન બનતાની સાથે જ રેખા ગુપ્તાએ યમુના આરતી કરીને તેમની સરકારના ઈરાદા સ્પષ્ટ કરી દીધા હતા. તેમણે યમુનાના જુના અને સ્વચ્છ સ્વરૂપને પુનઃસ્થાપિત કરવાના સંકલ્પનો પુનરોચ્ચાર કર્યો હતો. ભાજપની જીત સાથે ડબલ એન્જિનની સરકારે દિલ્હીમાં ધડાધડ નિર્ણય લેવા માંડ્યા છે. 27 વર્ષના વ્હાણાં બાદ સત્તામાં પરત ફરેલી ભાજપની સરકાર તેને મળેલી તક ગુમાવવાના મૂડમાં નથી.