નેશનલ

‘નરેન્દ્ર મોદીજીએ પણ ટોપી પહેરી હતી’: તુષ્ટિકરણના આક્ષેપો સામે CM રેડ્ડીની સ્પષ્ટતા!

હૈદરાબાદ: તેલંગણામાં વિધાનસભાની પેટા ચૂંટણીના પ્રચાર દરમિયાન ટોપી પહેરીને પહેરવાના મુદ્દા પર તેલંગણાના મુખ્ય પ્રધાન રેવંત રેડ્ડી ઘેરાયા છે. આ મુદ્દે તેમણે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે તેઓ તમામ ધર્મોનું સન્માન કરે છે. ટોપીના વિવાદના મુદ્દે તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી તરફ ઈશારો કરતાં કહ્યું હતું કે તેમણે પણ ભૂતકાળમાં આવું કર્યું છે. કેન્દ્રિય પ્રધાન બંડી સંજય કુમારની ટિપ્પણીનો જવાબ આપતા તેમણે કહ્યું હતું કે રેવંત રેડ્ડીએ કહ્યું હતું કે, “નરેન્દ્ર મોદીજીએ ટોપી પહેરી હતી, હું ફોટો મોકલીશ. નરેન્દ્ર મોદીજીની નીતિ શું છે? પહેલા એ સ્પષ્ટ કરો.”

રેવંત રેડ્ડીએ કહ્યું, “જો ભાજપ નેતા માને છે કે દેશમાં મુસ્લિમ લઘુમતી ના રહેવી ન જોઈએ, તો આ એમના વિચારોની ગરીબાઈ છે. બડી સંજયના વિચારમાં ખોટ છે. હું તેમને ભાજપના નેતાઓ દ્વારા ટોપી પહેરવા અંગે માહિતી મોકલીશ.” તેમણે કહ્યું કે કોઈપણ ધાર્મિક સ્થળની મુલાકાત લેતી વખતે, તેની પરંપરાઓનો આદર કરવો જોઈએ. તેમની સરકાર બધા ધર્મોમાં સમાનતા જાળવી રાખે છે અને બધા ધર્મોનો આદર કરે છે.

“કોંગ્રેસ એટલે મુસ્લિમો અને મુસ્લિમોનો અર્થ કોંગ્રેસ” એમ કહીને સીએમ રેડ્ડી પર મુસ્લિમ તુષ્ટિકરણનો આરોપ મૂકવામાં આવ્યો છે. આનો જવાબ આપતા, કોંગ્રેસના નેતાએ કહ્યું કે તેમણે હિન્દુઓ અને મુસ્લિમોને કોંગ્રેસની બે આંખો ગણાવ્યા છે. કોંગ્રેસ બધા ધર્મો અને તેની ૧.૪ અબજ વસ્તીને સમાન માને છે. જ્યારે પણ સત્તામાં હોય છે, ત્યારે કોંગ્રેસ પાર્ટીએ લઘુમતીઓને તકો પૂરી પાડી છે. તેમણે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ઝાકિર હુસૈન, સલમાન ખુર્શીદ અને અન્ય ઘણા લોકોના ઉદાહરણો પણ ટાંક્યા હતા.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button