અપાત્રતાની લટકતી તલવાર, છતાં મમતા બેનર્જીનો મહુઆ મોઇત્રા પર અતૂટ વિશ્વાસ, સોંપી મોટી જવાબદારી
કોલકત્તા: લોકસભાની નૈતિકતા સમિતીના અધ્યક્ષ વિનોદ કુમાર સોનકરે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રા પર પ્રશ્ન પૂછવા માટે લાંચ લેવાના આક્ષેપ માટે એપાઇન્ટ કરેલી કમીટીનો અહેવાલ અધ્યક્ષ ઓમ બિરલાના કાર્યાલયમાં રજૂ કર્યો છે. દિવાળી બાજ બિરલા તેના પર નિર્ણય લેશે તેવી શક્યતાઓ છે. મહુઆ મોઇત્રાએ સંસદમાં પ્રશ્ન પૂછવા માટે બિઝનેસમેન દર્શન હિરાનંદાની પાસેથી લાંચ લીધઈ હોવાથી મહુઆ મોઇત્રાની સભાગૃહમાંથી હકાલપટ્ટી કરવાની શિફારીશ કરનારો અહેવાલ બહૂમતીએ સ્વીકાર્યો હતો. ત્યારે હવે એક તરફ લોકસભામાં અપાત્રતાની લટકતી તલવાર તો બીજી તરફ મમતા બેનર્જીએ તમામ વાતોને નજર અંદાજ કરી મહુઆ મોઇત્રાને એક મહત્વની જવાબદારી સોંપી છે.
પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન અને તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ મમતા બેનર્જીએ સાંસદ મહુઆ મોઇત્રા પર વિશ્વાસ રાખી મહત્વની જવાબદારી સોંપી છે. આ અંગે મહુઆ મોઇત્રાએ તેમના એક્સ એકાઉન્ટ પરથી એક પોસ્ટ શેક કરી જાણકારી આપી છે. આ પોસ્ટમાં મહુઆ મોઇત્રાએ પોતાના પર વિશ્વાસ રાખીને મમતા બેનર્જીએ જે મોટી જવાબદારી સોંપી છે તે બદ્દલ ધન્યવાદ કહીને આભાર વ્યક્ત કર્યો છે.
તૃણમૂલ કોંગ્રેસ પક્ષે મહુઆ મોઇત્રાની કૃષ્ણનગર (નદિયા ઉત્તર) જિલ્લા પ્રમુખ તરીકે નિમણૂંક કરી છે. કૃષ્ણનગર આ પરિસર મહુઆ મોઇત્રાના મતદારસંઘમાં આવે છે. મારી કૃષ્ણનગર જિલ્લામ અધ્યક્ષ પર પર નિમણૂંક કરવા બદ્દલ મમતા બેનર્જી અને તૃણમૂલ કોંગ્રેસ પક્ષનો આભાર માનું છું. કૃષ્ણનગરના લોકો માટે પક્ષ સાથે રહીને કાયમ કામ કરીશ એમ મહુઆ મોઇત્રાએ એમની પોસ્ટમાં લખ્યું હતું. મહુઆ મોઇત્રા સહિત તૃણમૂલ કોંગ્રેસે બંગાલમાં 15 જિલ્લા પ્રમુખોની નિમણૂંક કરી છે.
દરમીયાન લોકસભાની નૈતિકતા સમિતીએ આપેલ મહુઆ મોઇત્રાના અપાત્રતાના પ્રસ્તાવને મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીએ સમર્થન આપ્યું હોવાનું કહેવાઇ રહ્યું છે. મહુઆ મોઇત્રાને તેમના જ મતદારસંઘમાંથી જિલ્લા પ્રમૂખ બનાવવાના નિર્ણય પરથી કહી શકાય કે તૃણમૂલ કોંગ્રેસ પક્ષ મહુઆ મોઇત્રાને સૌથી મહત્વના નેતાઓમાંથી એક માને છે. એવો સ્પષ્ટ સંકેત આપ્યો હોવાની ચર્ચા રાજકીય વર્તુળોમાં થઇ રહી છે.