નવી દિલ્હીઃ ટૂંક સમયમાં દિલ્હીમાં વિધાન સભાની ચૂંટણી યોજાવાની છે. દરેક પક્ષો ચૂંટણીની તૈયારીમાં પડ્યા છે. ચૂંટણી માટેની માટેની આચાર સંહિતા અમલમાં આવી ગઇ છે. એવામાં જાણવા મળ્યું છે કે દિલ્હીના નોર્થ એવેન્યુ પોલીસ સ્ટેશનમાં મુખ્ય પ્રધાન આતિશી માર્લેના સામે નકલી ફોટા લગાવીને પ્રચાર કરવા મામલે ફરિયાદ નોંધવામાં આવી છે. આ મામલા અંગે પોલીસે હાલમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. દરમિયાન તેમની સામે એક એફઆઇઆર પણ નોંધાવવામાં આવી છે. એક રિટર્નિંગ ઑફિસરે ગોવિંદ પુરીમાં ચૂંટણીમાં સરકારી વાહનનો ઉપયોગ કરી આચાર સંહિતાના ઉલ્લંઘન કરવાના મામલે તેમની સામે એફઆઇઆર નોંધાવી છે.
આ પણ વાંચો : જમ્મુ અને કાશ્મીરના CM ઓમર અબ્દુલ્લાએ કર્યા PM મોદીના વખાણ, કહી આ વાત
એફઆઇઆરમાં જણાવવામાં આવ્યું છે કે સાતમી જાન્યુઆરીએ દિલ્હીની ચૂંટણીની જાહેરાત થયા બાદ આપના ચૂંટણી કાર્યાલયમાં ચૂંટણીની પ્રચાર સામગ્રી પહોંચાડવા માટે જાહેર બાંધકામ વિભાગના સરકારી વાહનનો કથિત રીતે ઉપયોગ કરવામાં આવ્યો હતો.
સીએમ આતિશી સામે એફઆઇઆર દાખલ થયા બાદ અરવિંદ કેજરીવાલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકીને તેમની નારાજી જાહેર કરી હતી. તેમણે લખ્યું હતું કે તેમના (ભાજપના) નેતાઓ લોકોને ઉઘાડે છોગે પૈસા વેચી રહ્યા છે, લોકોમાં સાડી, ધાબળા સોનાની ચેન વગેરેનું વિતરણ કરી રહ્યા છે, નકલી વોટિંગ કાર્ડ બનાવી રહ્યા છે, પરંતુ તેમની સામે એફઆઇઆર નથી થતી અને મુખ્યપ્રધાન આતિશી સામે તુરંત જ એફઆઇઆર દાખલ થઈ જાય છે.
આમ આદમી પાર્ટી સડી ગયેલી સિસ્ટમ સામે જ લડી રહી છે. અમે જનતાની સાથે મળીને આ સડી ગયેલી સિસ્ટમને સાફ કરવા માંગીએ છીએ અને તેને બદલવા માંગીએ છીએ. ભાજપ અને કોંગ્રેસ બંને આ સડી ગયેલી સિસ્ટમનો જ હિસ્સો છે.
આ પહેલા મુખ્યપ્રધાન આતિશી સોમવારે ચૂંટણી માટે તેમનું ઉમેદવારી પત્ર ભરવા ગયા હતા, પરંતુ તેઓ મોડા પહોંચ્યા હતા તેથી તેમણે ધોયેલા મોઢે પાછા કરવું પડ્યું હતું. હવે તેઓ આજે તેમનું ઉમેદવારી પત્ર દાખલ કરશે. તે સમયે તેમણે કાલકાજીના મંદિરમાં પૂજા પણ કરી હતી અને ત્યારબાદ ગુરુદ્વારામાં પણ માથું ટેકવ્યું હતું.
ત્યાર બાદ આતિશીએ મેગા રોડ શો પણ કર્યો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો તે સમયે આતિશીએ જણાવ્યું હતું કે તેમણે કાલકા માતાને પ્રાર્થના કરી છે અને માતાના આશીર્વાદ દિલ્હીના લોકો પર રહેશે. તેમણે છેલ્લા પાંચ વર્ષમાં જે કામો કર્યા છે, તેને કારણે માતાના આશીર્વાદ અને કૃપા તેમના પર રહેશે, એની તેમને ખાતરી છે.
આ પણ વાંચો : બિહારમાં સહકારી બેન્કમાં છેતરપિંડી કેસમાં ઇડીની કાર્યવાહીઃ ચારની કરી ધરપકડ
આ સમયે મનીષ સિસોદિયાએ જણાવ્યું હતું કે આ માત્ર એક જ ચૂંટણી નથી, પરંતુ દિલ્હીના લોકોના સ્વાસ્થ્ય, શિક્ષણ અને ભવિષ્ય માટેની એક લડાઈ છે. આતિશીને વિધાનસભાની ચૂંટણી લડવા માટે 40 લાખ રૂપિયાની જરૂર હતી, જેને માટે દિલ્હી અને દેશના લગભગ 300 થી 400 લોકોએ દાન આપ્યું છે