નેશનલ

ચીનમાં બાળકોમાં શ્ર્વસન સંબંધી બીમારી પર ચાંપતી નજર : ભારત સરકાર

નવી દિલ્હી: કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શુક્રવારે જણાવ્યું હતું કે તે ઉત્તરી ચીનમાં બાળકોમાં એચ-૯ એન-૨ અને શ્ર્વસનની બિમારીના કલ્સ્ટરન ફાટી નીકળવાની વિગતો પર નજીકથી દેખરેખ રાખી રહ્યું છે. મંત્રાલયે કહ્યું કે ચીનમાં નોંધાયેલા એવિયન ઈન્ફલ્યુએન્ઝા કેસ તેમજ શ્ર્વસન સંબંધી બીમારીના કલ્સ્ટર બંનેથી ભારત માટે ઓછું જોખમ છે.
ચીનની વર્તમાન ઈન્ફલ્યુએન્ઝા પરિસ્થિતિમાંથી બહાર આવી શકે તેવી કોઈપણ પ્રકારની તાકીદ માટે ભારત તૈયાર છે. કેટલાક મીડિયા અહેવાલોએ ઉત્તર ચીનમાં બાળકોમાં શ્ર્વસન સંબંધી બિમારીના કેસોના ક્લ્સ્ટરિંગનો સંકેત આપ્યો છે જેના માટે વિશ્ર્વ આરોગ્ય સંસ્થા (હૂ) એ એક નિવેદન પણ બહાર પાડ્યું છે.
મંત્રાલયે ઉમેર્યું હતું કે ઉપલબ્ધ માહિતીના આધારે, છેલ્લા કેટલાક અઠવાડિયામાં ચીનમાં શ્ર્વસન સંબંધી રોગોની ઘટનાઓમાં વધારો નોંધાયો છે. હૂ દ્વારા એકંદરે જોખમનું મૂલ્યાંકન અત્યાર સુધી ડબ્લ્યુએચઓને નોંધાયેલા એચ-૯ એન-૨ના માનવ કેસોમાં માનવથી માનવ ફેલાવાની ઓછી સંભાવના અને ઓછા કેસ મૃત્યુ દર સૂચવે છે. ભારત કોઈપણ પ્રકારની જાહેર આરોગ્યની તાકીદ માટે તૈયાર હોવાની વાત મંત્રાલયે જણાવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button