ટોપ ન્યૂઝનેશનલ

Climate Change: માર્ચમાં ગરમીના તમામ રેકોર્ડ તૂટી ગયા, સામાન્ય કરતા આટલા ડિગ્રી સે. વધુ તાપમાન

ક્લાઈમેટ ચેન્જની અસરને કારણે પૃથ્વીનું સરરાશ તાપમાન સતત વધી રહ્યું છે. એવામાં તાજેતરમાં જાહેર થયેલા એક અહેવાલ મુજબ ગત માર્ચ મહિનામાં તાપમાનના અગાઉના તમામ રેકોર્ડ તૂટી ગયા છે. જો ઔદ્યોગિક કાળ પહેલાની સ્થિતિ સાથે સરખામણી કરવામાં આવે તો, આ વર્ષે માર્ચ મહિનામાં સરેરાશ તાપમાન 1850 અને 1900 વચ્ચેના માર્ચમાં નોંધાયેલા સરેરાશ તાપમાન કરતાં 1.68 ડિગ્રી સેલ્સિયસ વધારે રહ્યું હતું.

કોપરનિકસ ક્લાઈમેટ ચેન્જ સર્વિસ (C3S) ના તાજેતરના અહેવાલ મુજબ, તાપમાનના આ વધતા આંકડા દર્શાવે કરે છે કે પૃથ્વી ઝડપથી ગરમ થઈ રહી છે અને તેની અસરો સમગ્ર વિશ્વમાં અનુભવાઈ રહી છે. માર્ચ દરમિયાન સ્તરે સપાટીથી નજીકની હવાનું સરેરાશ તાપમાન 14.14 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ 1991 થી 2020 દરમિયાન માર્ચમાં નોંધાયેલા સરેરાશ તાપમાન કરતાં 0.73 વધુ છે.

આ પહેલા વર્ષ 2016માં સૌથી ગરમ માર્ચ મહિનો નોંધાયો હતો. માર્ચ 2024માં તાપમાન 2016 કરતા 0.10 ડિગ્રી સેલ્સિયસ વધુ નોંધાયું હતું. હવામાન વિભાગના ડેટા અનુસાર, અગાઉ જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2024માં પણ તાપમાનમાં વધારો નોંધાયો હતો. જાન્યુઆરીમાં તાપમાન સામાન્ય કરતાં 1.66 ડિગ્રી સેલ્સિયસ વધુ રહ્યું હતું, ફેબ્રુઆરી 2024નું તાપમાન પણ 20મી સદીમાં ફેબ્રુઆરીના સરેરાશ તાપમાન કરતાં 1.4 ડિગ્રી સેલ્સિયસ વધુ રહ્યું હતું.

કોપરનિકસ ક્લાઈમેટ ચેન્જ સર્વિસના જણાવ્યા અનુસાર, સતત વધતા તાપમાનને કારણે આબોહવા સંકટની અસરો વધુ ઘેરી બની રહી છે. જૂન 2023 પછી આ સતત 10મો મહિનો છે જ્યારે વધતા તાપમાને નવો રેકોર્ડ બનાવ્યો છે. જો આપણે છેલ્લા 12 મહિના એટલે કે એપ્રિલ 2023 થી માર્ચ 2024 ના તાપમાન પર નજર કરીએ તો તે 1991 થી 2020 સુધીના વૈશ્વિક સરેરાશ તાપમાન કરતા 0.70 ડિગ્રી વધુ નોંધાયું છે.

C3S મુજબ, ધ્રુવો પર જામેલો બરફ વધતા તાપમાનને કારણે સતત પીગળી રહ્યો છે. આર્કટિકમાં સમુદ્રી બરફનો સંગ્રહ માર્ચમાં વર્ષના સૌથી નીચા સ્તરે પહોંચ્યો હતો. તેનું માસિક સરેરાશ વિસ્તરણ 1.49 કરોડ ચોરસ કિલોમીટર નોંધાયું હતું જે સામાન્ય કરતાં ઓછું છે. 1980 અને 1990 ના દાયકાની તુલનામાં માર્ચ 2024 માં દરિયાઈ બરફની માત્રા 25 ટકા ઓછી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ