ટોપ ન્યૂઝનેશનલ

Chhattisgarh ના દંતેવાડામાં અથડામણ, 23 નકસલી માર્યા ગયા

દંતેવાડા: છત્તીસગઢમાં(Chhattisgarh)પોલીસ અને સુરક્ષાદળોના સંયુક્ત ઓપરેશનમાં 23 નકસલવાદીઓ માર્યા ગયા છે. પોલીસ અને સુરક્ષાદળોએ નારાયણપુર-દંતેવાડા બોર્ડર પર નક્સલવાદીઓ વિરુદ્ધ મોટું ઓપરેશન શરૂ કર્યું છે. અત્યાર સુધી આ અથડામણમાં નક્સલવાદીઓને ભારે નુકસાન થયાના અહેવાલો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 23 નક્સલવાદીઓ માર્યા ગયા છે. નારાયણપુરના એસપી પ્રભાત કુમારે પુષ્ટિ કરી છે કે ઓપરેશન હજુ ચાલુ છે અને અથડામણમાં તમામ જવાનો સુરક્ષિત છે.

એસપી પ્રભાત કુમાર જવાનોના સંપર્કમાં

નારાયણપુર અને દંતેવાડા જિલ્લાના સૈનિકો નારાયણપુર અને દંતેવાડાની સરહદ પર અબુઝમાદ વિસ્તારમાં ચાલી રહેલા આ ઓપરેશનમાં સંયુક્ત રીતે ભાગ લઈ રહ્યા છે. આ અથડામણ સાથે જ જવાનોનું સર્ચ ઓપરેશન પણ ચાલી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અથડામણમાં જવાનોએ અત્યાર સુધીમાં 23 નક્સલવાદીઓને ઠાર કર્યા છે. ઘટનાસ્થળેથી AK 47,SLR અને અન્ય ઘણા હથિયારો મળી આવ્યા છે. નારાયણપુરના એસપી પ્રભાત કુમાર જવાનોના સંપર્કમાં છે.

આ ઓપરેશન હજુ પણ ચાલુ

ઉલ્લેખનીય છે કે છત્તીસગઢના બસ્તર ડિવિઝનના નારાયણપુરના અબુઝહમદ વિસ્તારમાં પ્રભાત કુમારના નેતૃત્વમાં પોલીસે ઐતિહાસિક સફળતા હાંસલ કરી છે. તેથી બસ્તર આઈજી પી. સુંદરરાજ સહિત રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ સમગ્ર ઓપરેશન પર સતત નજર રાખી રહ્યા છે. આ ઓપરેશન હજુ પણ ચાલુ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button