Jammu Kashmirમાં આતંકી અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ : 2 આતંકી ઠાર જ્યારે એક પોલીસકર્મી ઘાયલ

નવી દિલ્હી: દેશમાં નવી સરકારની શપથવિધિના દિવસથી કાશ્મીરમાં શરૂ થયેલ આયાતની હુમલાનો સિલસીલૉ હજુ અટક્યો નથી. આજે બારામુલ્લામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણમાં બે આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. જો કે આ કાર્યવાહી દરમિયાન એક પોલીસકર્મી પણ ઘાયલ થયો છે. બુધવાર સવારે સુરક્ષાદળોને બારમૂલા જિલ્લાના વાટરગામ વિસ્તારમાં આતંકીઓ છુપાયા હોવાની બાતમી મળી હતી, આ બાદ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
કાશ્મીર પોલીસના અધિકારીઓએ જણાવ્યું કે આતંકવાદીઓની છુપાયા હોવાની બાતમી મળ્યા બાદ સુરક્ષાદળો દ્વારા બુધવારે સવારે બારામુલ્લા જિલ્લાના વોટરગામ વિસ્તારને ઘેરાબંધ કરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું અને આ દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યા બાદ સર્ચ ઓપરેશન એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગયું.
આ મામલે કશ્મીર ઝોન પોલીસે સોશીયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું હતું કે “સોપોર પોલીસ સ્ટેશનના હાદીપોર વિસ્તારમાં અથડામણ શરૂ તહી ગઇ છે અને પોલીસ અને સુરક્ષાદળ કામ પર લાગેલા છે. આગળની જાણકારી પછીથી આપવામાં આવશે.”
આતંકી હુમલા બાદ ઉત્તર કાશ્મીરના બારામુલાના હાદીપોરમાં આજે સંદિગ્ધ લોકો જણાયા હતા, આ બાદ અહી જ આતંકી છુપાયા છે તેવી માહિતી મળતા સુરક્ષા દળોએ તપાસ અભિયાન ચલાવ્યું હતું. આ વિસ્તારમાં આતંકી છુપાયા હોવાની વિગતો મળ્યા બાદ ડિગ્રી કોલેજને હાલ સુરક્ષાના કારણોસર બંધ કરી દેવામાં આવી છે.
Also Read –