નેશનલ

West Bangalમાં ભાજપના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ, લાઠીચાર્જમાં ભાજપના નેતા ઘાયલ

કોલકાત્તાઃ પશ્ચિમ બંગાળના બસીરહાટમાં સંદેશખાલી હિંસાનો વિરોધ કરી રહેલા કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં ભાજપ પ્રમુખ સુકાંત મજમુદાર ઘાયલ થયા હતા. વિરોધ દરમિયાન ભાજપના કાર્યકરોએ પહેલા બેરિકેડ તોડી નાખ્યા હતા, તેમ મીડિયો રિપોર્ટ્સ જણાવે છે.

બન્ને વચ્ચે ઘર્ષણની શરૂઆત પોલીસે તેમને રોકવાનો પ્રયત્ન કર્યો ત્યારે થઈ. આ દરમિયાન પોલીસ અને ભાજપ અધ્યક્ષ સુકાંત મજમુદાર વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. જેમાં તેને ઈજા થઈ હતી. હાલમાં તેને પોલીસ વાહનમાં હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યો છે.

અગાઉ ભાજપના પશ્ચિમ બંગાળ એકમના પ્રમુખ સુકાંત મજુમદારે આરોપ લગાવ્યો હતો કે રાજ્ય પોલીસે ઉત્તર 24 પરગણા જિલ્લામાં અશાંત સંદેશખાલીની મુલાકાત લેતા રોકવા માટે તેની લોજને ઘેરી લીધી હતી. તેણે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે ગઈકાલના વિરોધ પછી, મેં તાકી વિસ્તારમાં એક લોજમાં રહેવાનું નક્કી કર્યું જેથી કરીને હું સરળતાથી સંદેશખાલી જઈ શકું, પરંતુ સવારથી પોલીસે મારી લોજ આસપાસ નાકાબંધી કરી દીધી છે અને કોઈને બહાર જવાની પરવાનગી નથી.

મજુમદાર દાવો કર્યો હતો કે તેને નજરકેદ કરવામાં આવ્યો છે. જોકે, પોલીસે આ વાતને નકારી કાઢી છે. લોજની બહાર તોફાનીઓ વિરોધી સાધનો અને સામાન સાથે પોલીસ દળના જવાનો મોટી સંખ્યામાં તહેનાત છે.


સંદેશખાલી તાકીથી લગભગ 35 કિલોમીટરના અંતરે આવેલું છે. આ ઘટના પર પ્રતિક્રિયા આપતા પશ્ચિમ બંગાળમાં સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસના પ્રવક્તા કુણાલ ઘોષે આરોપ લગાવ્યો કે ભાજપ વાતાવરણને બગાડવાનો પ્રયાસ કરી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button