ડોડા : દેશમાં સ્વતંત્રતા દિવસના એક દિવસ પૂર્વે જમ્મુ અને કાશ્મીરના(Jammu Kashmir)ડોડા જિલ્લામાં આજે વહેલી સવારે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં એક આતંકવાદી ઘાયલ થયાના સમાચાર છે. ડોડા જિલ્લાના અસાર વિસ્તારમાં થયેલ અથડામણ બાદ સુરક્ષાકર્મીઓએ સર્ચ ઓપરેશન વધુ તેજ કરી દીધું છે. આ દરમિયાન વિસ્તારમાંથી એક M4 રાઈફલ અને ત્રણ બેગ મળી આવી છે.
એક કેપ્ટન શહીદ
આ દરમિયાન ભારતીય સેનાએ પુષ્ટિ કરી છે કે એન્કાઉન્ટર દરમિયાન સેનાનો એક અધિકારી શહીદ થયો છે. સંરક્ષણ અધિકારીએ જણાવ્યું કે ભારતીય સેનાની 48 રાષ્ટ્રીય રાઈફલ્સના એક કેપ્ટન શહીદ થયો છે.
અસાર જંગલમાં સંયુક્ત ઓપરેશન શરૂ કરવામાં આવ્યું
સૂત્રોએ જણાવ્યું કે સર્ચ ઓપરેશન દરમિયાન સુરક્ષા દળોને જંગલમાં ઘાયલ આતંકવાદીના લોહીના નિશાન મળ્યા. ટીમ આ ઘાયલ આતંકવાદી અને તેના સહયોગીઓને શોધી રહી છે. એન્કાઉન્ટરની વિગતો આપતાં, ભારતીય સેનાના વ્હાઇટ નાઈટ કોર્પ્સે ટ્વિટર પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, “વિશિષ્ટ ગુપ્ત માહિતીના આધારે ઓપરેશન અસાર “, ભારતીય સેના અને જેકે પોલીસ દ્વારા પટનીટોપ નજીકના અસાર જંગલમાં સંયુક્ત ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.
આ દરમ્યાન સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ એક હાઇ- પ્રોફાઇલ બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે. જેમાં આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ પણ હાજર છે.
અસાર જંગલમાં સંયુક્ત ઓપરેશન શરૂ
ઉલ્લેખનીય છે કે , ડોડા જિલ્લાના અસાર વિસ્તારમાં મંગળવારે સાંજે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ હતી. ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે, ભારતીય સેના અને જમ્મુ અને કાશ્મીર પોલીસે પટનીટોપ નજીક અસાર જંગલમાં સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું હતું.