અસમાનતાનો દાવો: સરકારના ચોથા ક્રમના દાવા પર કોંગ્રેસના સવાલ, ભારત 40મા નંબરે!

નવી દિલ્હી: કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર જાણી જોઈને બૌદ્ધિક બેઈમાની કરવાનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે સરકારે વિશ્વ બેન્કના અહેવાલના આધારે ભ્રામક અને દૂષ્પ્રચાર કરવાનો આરોપ લગાવ્યો હતો કે ભારત દુનિયામાં ચોથો સૌથી સમાનતાવાળો દેશ બની ગયો છે, પરંતુ હકીકત એ છે કે ભારત દુનિયાનો ૪૦મો સૌથી અસમાનતા ધરાવતો દેશ છે. તેમણે પ્રેસ અને ઇન્ફોર્મેશન બ્યૂરો (પીઆઈબી)ના દાવો કરનારી પ્રેસ વિજ્ઞપ્તિને પણ પાછી ખેંચવા માંગ કરી હતી.
સરકારી આંકડા વાસ્તવિક સ્થિતિ કરતા ઓછા
મહાસચિવ જયરામ રમેશે કહ્યું, “તમે ક્રોનોલોજી સમજો. એપ્રિલ 2025માં વિશ્વ બેંકે ભારત માટે તેની ‘પોવર્ટી એન્ડ ઇક્વિટી બ્રીફ’ જાહેર કરી. તેના તરત જ બાદ કોંગ્રેસે એક નિવેદન જારી કરીને તે રિપોર્ટમાં સમાવિષ્ટ અનેક ચેતવણીના સંકેતો તરફ ધ્યાન દોર્યું હતું, જેમાં એ પણ સામેલ હતું કે ભારતમાં ગરીબી અને અસમાનતાને લઈને સરકારી આંકડા વાસ્તવિક સ્થિતિ કરતા ઓછા દર્શાવે છે.” તેમણે ઉમેર્યું કે, તે રિપોર્ટ જારી થયાના ત્રણ મહિના પછી ગત 5 જુલાઈએ મોદી સરકારની ‘જયકારા મંડળી’ અને ‘પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો’ (PIB)એ એક પ્રેસ વિજ્ઞપ્તિ જારી કરીને આ ચોંકાવનારો અને જમીની વાસ્તવિકતાથી વિરુદ્ધ દાવો કર્યો કે ભારતીય સમાજ વિશ્વના સૌથી સમાન સમાજોમાંથી એક છે.
આ પણ વાંચો: ભારત આવક સમાનતામાં ચીન-અમેરિકાથી આગળ: વર્લ્ડ બેંક આવકની સમાનતા
જાણી જોઈને અલગ-અલગ માપદંડોનો ઉપયોગ કર્યો
મહાસચિવ જયરામ રમેશે સ્પષ્ટ કર્યું છે કે પોતાના નિષ્કર્ષ સુધી પહોંચવા માટે મોદી સરકારે જાણી જોઈને બે અલગ-અલગ માપદંડોનો ઉપયોગ કર્યો – ભારત માટે ‘ઉપભોગ આધારિત અસમાનતા’ અને અન્ય દેશો માટે ‘આવક આધારિત અસમાનતા’. તેમનું કહેવું છે કે, બે વસ્તુઓની તુલના કરવા માટે જરૂરી છે કે તેમને એક જ ધોરણથી પરખવામાં આવે તથા આ ફક્ત આર્થિક વિશ્લેષણનો મૂળ સિદ્ધાંત નથી, પરંતુ સામાન્ય સમજની વાત પણ છે.”
કોંગ્રેસ નેતાએ જણાવ્યું કે, “ભારતમાં ‘ઉપભોગ આધારિત અસમાનતા’ને માપવાનો વિકલ્પ પણ સંપૂર્ણપણે જાણીજોઈને પસંદ કરવામાં આવ્યો. હકીકતમાં, ઉપભોગ આધારિત અસમાનતા હંમેશા ‘આવક આધારિત અસમાનતા’ કરતાં ઓછી હોય છે, કારણ કે ધનિક લોકો પોતાની આવકનો મોટો હિસ્સો બચાવી લે છે અને ખર્ચ કરતા નથી.”
આ પણ વાંચો: સૌથી સ્વચ્છ અને ભિખારીમુક્ત શહેર ઈન્દોર પાસેથી વર્લ્ડ બેંક પણ શિખવા આવી, આપણે ક્યારે શિખીશું?
અથવા પછી બૌદ્ધિક ઈમાનદારીનો સંપૂર્ણ અભાવ
તેમણે કહ્યું કે, “આ પ્રકારનું ભ્રામક વિશ્લેષણ, જેને સરકારના PIB દ્વારા પ્રચારિત કરવામાં આવ્યું છે, તે બેમાંથી કોઈ એક ગંભીર સત્યને ઉજાગર કરે છે – કાં તો આ સરકારમાં પ્રતિભાની ગંભીર કમી છે, અથવા પછી બૌદ્ધિક ઈમાનદારીનો સંપૂર્ણ અભાવ છે.” તેમણે અંતે માંગ કરી કે PIB એ તાત્કાલિક સ્પષ્ટ કરવું જોઈએ કે આ પ્રેસ વિજ્ઞપ્તિ કોના નિર્દેશ પર જારી કરવામાં આવી હતી અને તેને તાત્કાલિક પાછી ખેંચવી જોઈએ.