CJIએ શા માટે કહ્યું કે “લોકો અદાલતની કાર્યવાહીથી એટલા કંટાળી ગયા છે કે તેઓ કોઈપણ ભોગે….”
નવી દિલ્હી: સુપ્રીમના મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચુડે ન્યાય માટે લોકઅદાલતની ભૂમિકાને લઈને વાત કરતાં કહ્યું હતું કે લોકો કોર્ટના કેસથી ‘એટલા કંટાળી ગયા છે’ કે તેઓ માત્ર સમાધાન ઇચ્છે છે. તેઓ કોઈપણ ભોગે કોર્ટથી દૂર થવા ઇચ્છે છે અને આ ન્યાય નહિ પણ એક પ્રકારની સજા છે. લોક અદાલતનો ઉદ્દેશ્ય લોકોના ઘર સુધી ન્યાય પહોંચાડવાનો છે.
સુપ્રીમના મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચુડે શનિવારે વિવાદ નિવારણ માટે વૈકલ્પિક પદ્ધતિ તરીકે લોક અદાલતોની ભૂમિકા પર પ્રકાશ પાડતા કહ્યું કે લોકો કોર્ટના કેસથી ‘એટલા કંટાળી ગયા છે’ કે તેઓ માત્ર સમાધાન ઇચ્છે છે. લોક અદાલતો એ એક મંચ છે જ્યાં વિવાદો અને કેસ પેન્ડિંગ અથવા કોર્ટમાં દાવાબાજીની પહેલા જ વિવાદો અને કેસોનું શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ રીતે સમાધાન કરવામાં આવે છે. પરસ્પર સ્વીકૃત કરાર સામે કોઈ અપીલ દાખલ કરી શકાતી નથી.
આ પણ વાંચો : તો શું સસ્તી થશે Insurance Policy ? આ મુખ્યમંત્રીએ નિર્મલા સીતારમણ સમક્ષ કરી માંગ
CJI ચંદ્રચુડે સુપ્રીમ કોર્ટમાં સ્પેશિયલ લોક અદાલત સપ્તાહના અવસર પર કહ્યું હતું કે, “લોકો કોર્ટના કેસથી એટલા કંટાળી જાય છે કે તેઓ કોઈ પણ સમાધાન ઇચ્છે છે… ફક્ત તેને કોર્ટથી દૂર કરો. પ્રક્રિયા પોતે જ એક સજા છે અને તે આપણા બધા ન્યાયાધીશો માટે ચિંતાનો વિષય છે. મુખ્ય ન્યાયાધીશે જણાવ્યું હતું કે, તેમને દરેક સ્તરે લોક અદાલતના આયોજનમાં બાર અને બેંચ સહિત તમામનો ખૂબ જ સહયોગ અને સહકાર મળ્યો છે. ચંદ્રચુડે જણાવ્યું હતું કે જ્યારે લોક અદાલત માટે પેનલોની રચના કરવામાં આવી હતી, ત્યારે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું કે દરેક પેનલમાં બે ન્યાયાધીશો અને બારના બે સભ્યો હશે.
CJI ચંદ્રચુડે કહ્યું કે તે લોકોને સાચે જ એવું લાગે છે કે ભલે સુપ્રીમ કોર્ટ દિલ્હીમાં સ્થિત છે, પરંતુ તે દિલ્હીની સુપ્રીમ કોર્ટ નથી. તે ભારતની સર્વોચ્ચ અદાલત છે. ચંદ્રચુડે જણાવ્યું હતું કે, “લોક અદાલતનો ઉદ્દેશ્ય લોકોના ઘર સુધી ન્યાય પહોંચાડવાનો અને તેમના જીવનમાં આપણે સતત હાજર રહીએ તે સુનિશ્ચિત કરવાનો છે.”