CJI DY Chandrachud on Politics & Retirement Plans

પૂર્વ CJI રાજનીતિમાં કરશે એન્ટ્રી? જણાવ્યો રિટાયરમેન્ટ પ્લાન

નવી દિલ્હીઃ જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડ ભારતના મુખ્ય ન્યાયાધીશના પદ પરથી તો હવે રિટાયર થઇ ચૂક્યા છે. તેઓ નિવૃત્તિનો સમય પુસ્તકો વાંચવા, સંગીત સાંભળવા અને અંગત કામ કરવા જેવી બાબતોમાં વિતાવી રહ્યા છે. હાલમાં જ એક કાર્યક્રમ દરમિયાન તેમણે પોતાની ભવિષ્યની યોજનાઓ વિશે વાત કરી હતી. જ્યારે તેમને રાજનીતિમાં પ્રવેશ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે સ્થિતિ સ્પષ્ટ કરી હતી. એક સમારોહમાં ભાગ લેનારા ભૂતપૂર્વ CJI ચંદ્રચુડને જયારે પૂછવામાં આવ્યું કે તેમની ભવિષ્યની યોજનાઓ શું છે.

શું તમે તમારા શોખને અનુસરશો અથવા તમે ભવિષ્યમાં રાજકારણમાં પ્રવેશવાનું વિચારી રહ્યાં છો? આ સવાલના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, ‘મારી પાસે મારી બકેટ લિસ્ટ છે…’ આમાં સંગીતનાં સાધનો શીખવાનો સમાવેશ થાય છે, જે હવે શરૂ થઈ ગયું છે. હું પિયાનો શીખું છું. છેલ્લા 24 વર્ષથી મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ શીખવા એ મારી બકેટ લિસ્ટનો એક ભાગ છે. જસ્ટિસ ચંદ્રચુડે એક પુસ્તકનો પણ ઉલ્લેખ કર્યો હતો જે તેઓ હાલમાં વાંચી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, ‘મને વાંચન ગમે છે.

હું જજ હતો ત્યારે દિવસના અંતે અડધો કલાક અભ્યાસ કરતો હતો. હવે મને ગમે ત્યારે પુસ્તક ઉપાડવું અને વાંચવું ગમે છે. અત્યારે હું ‘A Year of Living Constitutionally’ નામનું સુંદર પુસ્તક વાંચી રહ્યો છું. તેમણે કહ્યું, ‘હું ઘણું વાંચું છું. હું સંગીત સાંભળું છું. મને ભારતીય શાસ્ત્રીય સંગીત ગમે છે…. મને વેસ્ટર્ન પોપ મ્યુઝિક સાંભળવું પણ ગમે છે….’પૂર્વ CJIએ કહ્યું, ‘મારે શીખવવું છે.


Also read: દેશમાં સમાનતા જાળવવા આપસમાં ભાઇચારો જરૂરી: ચીફ જસ્ટિસ ચંદ્રચૂડ.


એક બાબત જે મને સૌથી વધુ આનંદ આપે છે તે છે યુવાનો સાથે વાતચીત. મારે લખવું છે.’ આ વસ્તુઓ છે જે મને ખૂબ જ શાંતિ આપે છે. રાજકારણમાં જોડાવા અંગે તેમણે સ્પષ્ટ નનૈયો ભણતા કહ્યું હતું કે, ‘ના, મને એવું નથી લાગતું.’
નોંધનીય છે કે જસ્ટિસ ચંદ્રચુડ 10 નવેમ્બરે નિવૃત્ત થયા હતા. CJI સંજીવ ખન્નાએ સુપ્રીમ કોર્ટમાં તેમની જગ્યા લીધી છે. તેમણે તેમના કાર્યકાળમાં અયોધ્યાના ઐતિહાસિક રામ મંદિરનો ચૂકાદો આપ્યો હતો.

સંબંધિત લેખો

Back to top button