માતા-પિતાની એ વાતો યાદ કરી કેમ ભાવુક થઈ ગયા ચંદ્રચુડ
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત થયેલા ચીફ જસ્ટિસ ધનનંજય ચંદ્રચૂડે છેલ્લા દિવસે આપેલું ભાષણ ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે અને લોકોને ખૂબ જ ગમી રહ્યું છે. ચંદ્રચુડ ભારતના લોકપ્રિય CJIમાંના એક છે અને તેનું એક કારણ તેમની સ્પિકિંગ સ્કીલ પણ છે. તેમની પ્રેરણાદાયી અને વ્યવહારુ વાતો યુવાનોને પણ ખૂબ ગમે છે.
Also read: Safety: બાંધવગઢ ટાઇગર રિઝર્વમાં સેટેલાઇટ કોલરથી હાથીઓ પર રખાશે નજર
નિવૃત્તિના દિવસે તેમણે આપેલું ભાષણ ઘણી વાતો કહી જાય છે. પોતાના કરિયર અને કામ સાથે જોડાયેલી વાતો ઉપરાંત તેમણે માતા-પિતા સાથે જોડાયેલા કિસ્સાને પણ યાદ કર્યા હતા અને તે યાદ કરતા સમયે તેઓ ગળગળા પણ થઈ ગયા હતા. એક કિસ્સો તેમના નામ સાથે જોડાયેલો છે. માતાએ નામ ધનંજય શા માટે રાખ્યું તે યાદ કરતા તેમણે કહ્યું હતું કે માતા મને કહેતી હતી કે ધનંજય એટલે ધન એકઠો કરનારો કે ભૈતિક રીતે સુખી નહીં, પરંતુ જે જ્ઞાન એકઠું કરી શકે, જે જ્ઞાનથી સમૃદ્ધ હોય તે થાય છે અને એટલે તારું નામ ધનંજય રાખ્યું છે.
આ જ રીતે તેમણે પિતા સાથેનો એક કિસ્સો શેર કર્યો હતો અને તે કહેતા તેઓ ભાવુક થઈ ગયા હતા. તેમણે જણાવ્યું કે મારા પિતાએ પુણેમાં એક નાનકડો ફ્લેટ વર્ષો પહેલા ખરીદી રાખ્યો હતો. જ્યારે તેમણે આ ફ્લેટ ખરીદ્યો ત્યારે મેં તેમને પૂછ્યું કે તમે અહીં શા માટે ફ્લેટ ખરીદો છો, આપણે પુણે ક્યારે રહેવા આવશું.
Also read: અયોધ્યાથી વૃંદાવન જતી ગુજરાતી શ્રદ્ધાળુઓની બસ કન્ટેનર સાથે અથડાઈ, ત્રણનાં મોત
ત્યારે મારા પિતાએ કહ્યું કે તારા જીવનમાં ક્યારેય તને એવું લાગે કે તારી નૈતિકતા કે બૌદ્ધિક પ્રામાણિકતા સાથે સમાધાન થઈ રહ્યું છે ત્યારે તું એ કામ છોડી શકે કારણ કે તારી માથે એક છત છે તે વાતની તને રાહત હોય. મારા પિતાએ કહ્યું કે વકીલ કે જજ થા ત્યારે પોતાના સિદ્ધાંતો સાથે એ કારણ સમાધાન ન કરતો કે મારી પાસે ઘર નથી કે હું ક્યાં જઈશ. ચંદ્રચુડ પોતાના કાર્યકાળ દરમિયાન ઘણીવાર ટીકાનો શિકાર બન્યા છે તો ઘણીવાર રાજકારણીઓને તેમના નિર્ણયો ન ગમ્યા હોવાથી ક્ષેપો પણ થયા છે.