કેમ દેશમાં ગામે ગામ ફરી રહ્યા છે CJI ચંદ્રચુડ, જાણો કારણ

નવી દિલ્હીઃ ભારતના ચીફ જસ્ટિસ (CJI) ડીવાય ચંદ્રચુડ ભારતને અત્યાર સુધીના સૌથી સ્માર્ટ અને ધાર્મિક ન્યાયાધીશોમાંના એક છે. CJI ડીવાય ચંદ્રચુડ હંમેશા વિવિધ કારણોસર ચર્ચામાં રહેતા હોય છે. આ વખતે તે પોતાના અલગ-અલગ કામ અને નિવેદનને કારણે ચર્ચામાં છે. મંદિરો પર લહેરાવેલા ધ્વજમાંથી પ્રેરણા લઈને, તેમણે શનિવારે જિલ્લા અદાલતના વકીલોને એવી રીતે કામ કરવા વિનંતી કરી કે જેથી ‘ન્યાયનો ધ્વજ’ આવનારી પેઢીઓ સુધી લહેરાતો રહે. ચંદ્રચુડ આ દિવસોમાં વિવિધ રાજ્યોની મુલાકાતે છે. તેઓ દેશના ગામ ગામ ફરી રહ્યા છીએ. અમે અહીં આપને જણાવીએ કે શા માટે તેઓ ગામડે ગામડે ફરી રહ્યા છે.
ચંદ્રચુડ આ દિવસોમાં વિવિધ રાજ્યોની મુલાકાતે છે. જસ્ટિસ ચંદ્રચુડે જણાવ્યું હતું કે તેમણે ન્યાયતંત્ર સામેના પડકારોને સમજવા અને ઉકેલો શોધવા માટે ‘મહાત્મા ગાંધીના જીવન અને આદર્શોથી પ્રેરિત’ વિવિધ રાજ્યોની મુલાકાત લેવાનું શરૂ કર્યું છે, એમ એક મીડિયા હાઉસે તેમની મુલાકાતને ટાંકીને જણાવ્યું છે. તેમની બે દિવસની ગુજરાત મુલાકાત એ પ્રયાસનો એક ભાગ છે.
CJI ચંદ્રચુડે કહ્યું હતું કે ‘મેં છેલ્લા એક વર્ષમાં વિવિધ રાજ્યોની મુલાકાત લેવાનો પ્રયાસ કર્યો છે જેથી હું હાઈકોર્ટના ન્યાયાધીશો અને જિલ્લા ન્યાયતંત્રના અધિકારીઓને મળી શકું, તેમની સમસ્યાઓ સાંભળી શકું અને તેમના પડકારોને સમજી શકું. તેમના પડકારો જાણવા મળે તો તેના ઉકેલો પણ શોધી શકાય છે… હું તેમની સમસ્યાઓ સમજવા અને અસરકારક ઉકેલો ઓળખવા માટે સક્ષમ છું. જોકે, તેમણે એમ પણ જણાવ્યું હતું કે, તેમની મુલાકાતનો હેતુ ભારતીય ન્યાયતંત્રની સિદ્ધિઓને હાઈકોર્ટના ન્યાયાધીશો અને જિલ્લા ન્યાયતંત્રના અધિકારીઓ સાથે શેર કરવાનો પણ છે.
શનિવારે તેમની બે દિવસની ગુજરાત મુલાકાત દરમિયાન જસ્ટિસ ચંદ્રચુડે રાજકોટમાં નવી ડિસ્ટ્રિક્ટ કોર્ટ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું હતું. રાજકોટના જામનગર રોડ પર રૂ. 110 કરોડના ખર્ચે બનેલ નવી કોર્ટ બિલ્ડીંગમાં 50 જેટલા કોર્ટ રૂમ હશે, જે અત્યાર સુધી ત્રણ કોમ્પ્લેક્સમાં ચાર બિલ્ડીંગમાંથી કાર્યરત હતા.
ઉલ્લેખનીય છે કે CJI ચંદ્રચુડે કેટલાક અભૂતપૂર્વ ચૂકાદા આપ્યા છે, જેમાં રામ મંદિર, આર્ટિકલ 370 નાબુદ, ડિમોનેટાઇઝેશનના કેન્દ્ર સરકારના નિર્ણયને સમર્થન, ગુજરાત રમખાણો પર ક્લિન ચીટ, ED, GNCTD, PMLA, Aadhar, UAPA વગેરે પરના સરકારી કાયદાઓને સમર્થન, રાફેલ, પેગાસસ પર સરકારને ક્લીન ચીટ અને સેન્ટ્રલ વિસ્ટા માટે મંજૂરી જેવા ચૂકાદાઓનો સમાવેશ થાય છે.