
પહલગામ હુમલા પછી ભારત સરકારે આતંકવાદ સમર્થક પાકિસ્તાન પર એક કરતા અનેક નિયંત્રણો મૂક્યા છે, જેનાથી પાકિસ્તાનની ઊંઘ હરામ થઈ ગઈ છે. ભારતે પાકિસ્તાની નાગરિકોને ભારત છોડવાના આદેશ આપ્યા પછી એમાં રાહત આપી હતી, પરંતુ જે લોકો પરત જઈ રહ્યા છે તેમના માટે પાકિસ્તાનની હરકતને કારણે લોકોના રોષના ભોગ બન્યું હતું.
ભારતે સિંધુ જળ સમજૂતીને રોક્યા પછી પાકિસ્તાની નાગરિકોને ભારત છોડવાનો આદેશ આપ્યો હતો. ભારતના આદેશ પછી પાકિસ્તાની નાગરિકો ભારતમાંથી પરત ફરી રહ્યા છે ત્યારે પાકિસ્તાની નાગિરકો માટે અટારી બોર્ડર પરથી વતન પરત ફરવાનો સમય પણ ભારતે લંબાવ્યો છે. આ નિર્ણયને કારણે અનેક નાગરિકોને બોર્ડર પર ફસાઈ જવાની પણ નોબત આવી છે.
આ પણ વાંચો: ભારત પાકિસ્તાન સરહદ પર વધતાં તણાવથી સાઉદી અરેબિયાની ચિંતા વધી, કહી આ વાત
પાકિસ્તાની આર્મીની નાપાક હરકતને કારણે નાગરિકો વધુ મુશ્કેલીમાં મૂકાયા છે. વાઘા બોર્ડર પર પાકિસ્તાનની દિશાના દરવાજા બંધ કર્યા છે, જેને કારણે અનેક પાકિસ્તાની નાગરિકો ભારતમાં ફસાયેલા છે. આ તમામ નાગરિકો અટારી બોર્ડર મારફત પોતાના વતનમાં એન્ટ્રી નહીં મળતા ગરમીમાં શેકાવું પડ્યું હતું.
ક્વેટાના રહેવાસી એક નાગરિકે કહ્યું હતું કે પંદર એપ્રિલથી અમે હરદ્રારમાં ગંગાનદીમાં સ્નાન કરવા માટે અમે આવ્યા હતા. પણ ભારતે પાકિસ્તાની નાગરિકોને ભારત છોડવાનો આદેશ આપ્યો છે, તેથી અમારે પરત ફરવાની નોબત આવી છે. બોર્ડર પર આવી ગયા પછી પાકિસ્તાને દરવાજા બંધ રાખવાને કારણે મારી સાથે અનેક લોકો ફસાયા છે.
અહીં એ જણાવવાનું કે સરહદ પાર કરવાને કારણે અટારી બોર્ડર પર પાકિસ્તાન તરફથી દરવાજા ખોલવાનો નાગરિકો રાહ જોઈ રહ્યા છે. દરવાજા બંધ રાખવાથી નાગરિકો પરેશાન છે. પાકિસ્તાનની આર્મીવાળા જાણી જોઈને દરવાજા બંધ રાખ્યા છે, જેથી બંને દેશ વચ્ચેના સંબંધોમાં તણાવ ઊભો થાય. આ મુદ્દે ભારતીય અધિકારીઓ પાકિસ્તાની અધિકારીઓના સંપર્ક કરવાની કોશિશ કરી રહ્યા છે.