નેશનલ

સુપ્રીમ કોર્ટે કહ્યું કે ચૂંટણી વિશેની આ માહિતી તમામને જાણવાનો અધિકાર નથી…

નવી દિલ્હી: એટર્ની જનરલ આર વેંકટરામાણીએ સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે નાગરિકોને બંધારણની કલમ 19 (1) (A) હેઠળ ચૂંટણી બોન્ડ યોજના હેઠળ રાજકીય પક્ષોને મળેલા દાનના સ્ત્રોત વિશે માહિતી મેળવવાનો અધિકાર નથી. સર્વોચ્ચ અદાલતમાં દાખલ કરાયેલી અરજીમાં વેંકટરામાણીએ જણાવ્યું હતું કે તાર્કિક પ્રતિબંધની ગેરહાજરીમાં તમામ બાબતો જોણવાનો અધિકાર ના હોઈ શકે.

એટર્ની જનરલે સર્વોચ્ચ અદાલતને કહ્યું હતું કે જે યોજના વિશે વાત કરવામાં આવી રહી છે તે યોગદાનકર્તાને ગોપનીયતાનો લાભ આપે છે. આથી ચૂંટણી માટે ભંડોળ ક્યાંથી આવ્યું તે જાણવાનો તમામનો અધિકાર નથી. તેમજ બંધારણીય અદાલત સરકારની કાર્યવાહીની સમીક્ષા ત્યારે જ કરે છે જ્યારે તે વર્તમાન અધિકારોનું ઉલ્લંઘન કરે છે. સુપ્રીમ કોર્ટની પાંચ જજની બંધારણીય બેંચ 31 ​​ઓક્ટોબર એટલે કે મંગળવારથી પક્ષકારોના રાજકીય ભંડોળ માટે ચૂંટણી બોન્ડ યોજનાની માન્યતાને પડકારતી અરજીઓની બેચ પર સુનવણી કરશે.


ઉલ્લેખનીય છે કે સરકારે 2 જાન્યુઆરી 2018ના રોજ આ યોજનાને જાહેર કરી હતી. રાજકીય ભંડોળમાં પારદર્શિતા લાવવાના પ્રયાસોના ભાગરૂપે પક્ષોને રોકડ દાનના વિકલ્પ તરીકે આ યોજના રજૂ કરવામાં આવી હતી. આ યોજના અનુસાર ઈલેક્ટોરલ બોન્ડ ભારતના કોઈપણ નાગરિક અથવા ભારતમાં સ્થાપિત કોઈપણ સંસ્થા દ્વારા ખરીદી શકાય છે. વ્યક્તિ ચૂંટણી બોન્ડ ખરીદી શકે છે, તે વ્યક્તિગત અને સંસ્થા સાથે પણ ખરીદી શકે છે.


લોકપ્રતિનિધિત્વ અધિનિયમ 1951 ની કલમ 29A હેઠળ નોંધાયેલ અને છેલ્લી લોકસભા ચૂંટણી અથવા રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં ઓછામાં ઓછા એક ટકા મત મેળવનાર રાજકીય પક્ષો જ ચૂંટણી બોન્ડ મેળવવા માટે પાત્ર છે.કેન્દ્ર અને ચૂંટણી પંચે અગાઉ કોર્ટમાં એકબીજાની વિરુદ્ધ વલણ અપનાવ્યું છે. એક તરફ સરકાર દાતાઓના નામ જાહેર કરવા માંગતી નથી તો બીજી તરફ ચૂંટણી પંચ પારદર્શિતા ખાતર તેમના નામ જાહેર કરવાનું સમર્થન કરી રહ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button