નેશનલ

સંસદની સુરક્ષાની જવાબદારી હવે આ સંસ્થા સંભાળશે, કેન્દ્રીય ગૃહ મંત્રાલયનો મહત્વનો નિર્ણય

નવી દિલ્હી: સંસદની સુરક્ષામાં થયેલી ગંભીર ચૂક બાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મહત્વનો નિર્ણય લીધો છે. સંસદની સુરક્ષાની જવાબદારી હવે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરીટી ફોર્સ(CISF)ને સોંપવામાં આવી છે. અત્યાર સુધી દિલ્હી પોલીસ સંસદની સુરક્ષા સંભાળતી હતી.

ઉલ્લેખનીય છે કે ગત 13 ડિસેમ્બરના રોજ સંસદની સુરક્ષામાં થયેલી ગંભીર ચૂક બાદ આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી વિપક્ષી દળો પણ સંસદની સુરક્ષામાં ભંગને બાબતે કેન્દ્ર સરકાર પર પ્રહારો કરી રહ્યા છે. વિપક્ષી દળોની માંગ છે કે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગૃહમાં આવીને સુરક્ષાની આ ચૂક અંગે નિવેદન આપવું જોઈએ.


સંસદની સુરક્ષાની જવાબદારી CISFને આપવાનો નિર્ણય તપાસ સમિતિની ભલામણ બાદ લેવામાં આવ્યો છે. સર્વે બાદ હવે CISF સંસદ ભવનની સુરક્ષાની જવાબદારી સંભાળશે.


CISF એ સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સિસ (CAPF) નો એક ભાગ છે, જે પરમાણુ અને એરોસ્પેસ ડોમેન, નાગરિક એરપોર્ટ અને દિલ્હી મેટ્રો જેવી સંસ્થાઓમાં સુરક્ષાની જવાબદારી સંભાળે છે. આ સિવાય દિલ્હીમાં ઘણા કેન્દ્રીય મંત્રાલયોની ઇમારતોની સુરક્ષાની જવાબદારી પણ CISF પાસે છે. આ રીતે સરકારના નિર્ણય બાદ હવે CISFને દેશની સૌથી મહત્વની માનવામાં આવતી ઇમારતની સુરક્ષાની જવાબદારી પણ મળી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button