નેશનલ
સીઆઈએસસીઆઈના ધોરણ 10 અને 12ના આજે પરિણામ

નવી દિલ્હી: કાઉન્સિલ ફોર ઈન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન (સીઆઈએસસીઈ)ના ધોરણ દસમા અને બારમાની પરીક્ષાના પરિણામોની જાહેરાત સોમવારે કરવામાં આવશે, એમ સત્તાવાળાઓએ કહ્યું હતું.
આઈસીએસઈ (ધોરણ 10) અને આઈસીએસ (ધોરણ 12)ની પરીક્ષાના પરિણામોની જાહેરાત 6 મેના રોજ સવારે 11.00 વાગ્યે કરવામાં આવશે, એમ બોર્ડના ચીફ એક્ઝિક્યુટિવ અને સેક્રેટરી જોસેફ ઈમેન્યુએલે રવિવારે જણાવ્યું હતુું.
પરિણામો બોર્ડની વેબસાઈટ, ધ કેરિયર્સ પોર્ટલ અને ડીજીલોકર પર ઉપલબ્ધ કરાવવામાં આવશે.
બોર્ડે આની સાથે આ સત્રથી ધોરણ 10 અને 12 માટે કમ્પાર્ટમેન્ટ પરીક્ષા પાછી ખેંચી લેવાનો નિર્ણય લીધો છે. જે વિદ્યાર્થીઓ તેમના માર્ક કે ગ્રેડમાં તે જ વર્ષે સુધારો કરવા માગતા હશે તેઓ વધુમાં વધુ બે વિષયની પરીક્ષા આપી શકશે અને તેમની ઈમ્પ્રુવમેન્ટ એક્ઝામ જુલાઈ મહિનામાં લેવામાં આવશે. (પીટીઆઈ)