માદક પીણાંના ઉત્પાદક સંગઠનની ડમ્પિંગ પર નિયંત્રણોની માગ…

નવી દિલ્હી: દેશનાં માદક પીણાંનાં ઉત્પાદકોના સંગઠન કોન્ફેડરેશન ઑફ ઈન્ડિયન આલ્કોહોલિક બિવરેજ કંપનીઝ (સીઆઈએબીસી)એ સરકારને આયાતી સ્પિરિટ પર કડક નિયંત્રણો લાદવાની તેમ જ સ્થાનિક ઉત્પાદકોને બજારના એક્સેસના વિસ્તરણ માટે પગલાં લેવાનો સરકારને અનુરોધ કર્યો છે.
Also read : કોટામાં કેમિકલ ફેક્ટરીમાંથી ગેસ લીકની ઘટના, ગૂંગળામણને કારણે 15 વિદ્યાર્થી થયા બેભાન
કોન્ફેડરેશને જણાવ્યું હતું કે ભારતીય લિકર ઉત્પાદકો આયાત જકાતમાં કરવામાં આવેલા ઘટાડાનો વિરોધ નથી કરતાં જોકે, તેઓ તબક્કાવાર ધોરણે ડ્યૂટીમાં ઘટાડો કરવાની માગ કરી રહ્યા છે. અત્રે નોંધનીય બાબત એ છે કે સરકારે ગત 13મી ફેબ્રુઆરીના રોજ મુખ્યત્વે અમેરિકાથી આયાત થતી બર્બન વ્હિસ્કી પરની આયાત જકાતમાં 100 ટકાનો ઘટાડો કર્યો હતો.
વધુમાં કોન્ફેડરેશને સરકારને અનુરોધ કર્યો હતો કે ભારતીય કંપનીઓની સમસ્યાઓને ઉકેલ લાવે અને મુક્ત વેપાર કરાર હેઠળ વાટાઘાટો કરીને સ્થાનિક કંપનીઓને લેવલ પ્લેઈંગ ફિલ્ડ મળે તેવી બાંયધરી આપે તથા ભારતીય આલ્કોહોલિક ઉત્પાદનોને સારી રીતે આંતરરાષ્ટ્રીય બજારમાં એક્સેસ મળે કેમ કે તેઓ ટેરિફ સિવાયનાં ઘણાં અંતરાયોનો સામનો કરી રહ્યા છે.
વધુમાં કસ્ટમ ડ્યૂટીમાં ઘટાડો કરવામાં આવ્યો હોવાથી રાજ્ય સરકારો દ્વારા આયાતી લિકરને આપવામાં આવતી એક્સાઈઝ ડ્યૂટીની રાહતો પાછી ખેંચવોનો અનુરોધ કરતાં કોન્ફેડરેશનનાં ડિરેક્ટર જનરલ અનંત એસ ઐયરે જણાવ્યું હતું કે સરકારે કસ્ટમ ડ્યૂટીમાં ઘટાડા અને મુક્ત વેપાર કરાર અંગે લેવામાં આવતા નિર્ણયોમાં ભારતીય લિકર ઉત્પાદકોનાં હિત જાળવવાની જરૂર છે. અમે સરકારને છેલ્લાં 10 વર્ષથી સ્પિરિટ પરની કસ્ટમ ડ્યૂટીમાં કાપ મૂકવાની ભલામણ કરી છે.
Also read : રાહુલ ગાંધીના કેન્દ્ર સરકાર પર પ્રહાર; કહ્યું, “દુર્ભાગ્યવશ, વડા પ્રધાન મોદી ડ્રોન ક્રાંતિને સમજવામાં નિષ્ફળ
આ ઉપરાંત પશ્ચિમના દેશોની બજારમાં એક્સેસ અંગે બાંયધરી આપવાનું અને બહારનાં દેશોમાંથી સસ્તા ભાવથી થઈ રહેલા ડમ્પિંગ સામે ભારતીય કંપનીઓનાં હિત જાળવવા માટે સરકારને અનુરોધ કર્યો છે. ખાસ કરીને પશ્ર્ચિમના દેશો દ્વારા લાદવામાં આવેલા ટેરિફ સિવાયના અંતરાયોને કારણે ભારતીય ઉત્પાદનોને એક્સેસ નથી મળી રહ્યું, એમ તેમણે ઉમેર્યું હતું.