ભોપાલમાં ફાર્મા કંપનીમાંથી ક્લોરિન ગેસ લીક થતા નાસભાગ, સ્થિતિ પર કાબુ મેળવાયો…

ભોપાલમાં ફાર્મા કંપનીમાંથી બપોરે ક્લોરિન ગેસ લીક થયો હતો. આ દરમિયાન ફેક્ટરી અને તેની આસપાસ હાજર લોકોને આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી.
આ ઘટનાની માહિતી મળતા જ ફાયર બ્રિગેડ, પોલીસ, એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી. તેમણે રાહત અને બચાવ કાર્ય શરુ કર્યું હતું. એક કલાકની ભારે જહેમત બાદ સ્થિતિ પર કાબુ મેળવવામાં આવ્યો હતો.
ગેસ લીકેજ ફેકટરી પરિસર સુધી ફેલાયો હતો
આ અંગે મળતી માહિતી મુજબ ભોપાલના ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી ફેક્ટરીમાં ગેસ લીકેજની ઘટનાની માહિતી મળતા જ વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. તેમજ આ ઘટનાની જાણકારી મળતા જ કલેકટર સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતાં.
તેમજ આ ગેસ લીકેજ ફેકટરી પરિસર સુધી ફેલાયો હતો. તેમજ આ ગેસ લીકેજનું કારણ કચરાના આગ લાગવાનું જણાવવામાં આવી રહ્યું છે.
સ્થિતિ કાબુમાં આવી
તેમજ રાહત અને બચાવ કામગીરીમાં લાગેલી ટીમે કોસ્ટિક સોડાનો ઉપયોગ કરીને ક્લોરિન ગેસને ન્યુટ્રલ કર્યો હતો. આ સમગ્ર કામગીરી એક કલાક સુધી ચાલી હતી. જેની બાદ સ્થિતિ કાબુમાં આવી હતી. જયારે વહીવટીતંત્રએ સ્થાનિક લોકોને સાવચેતી રાખવા અને થોડા સમય માટે ગેસ લીકેજ પ્રભાવિત વિસ્તારથી દુર રહેવા માટે અપીલ કરી છે.
આ પણ વાંચો…ભોપાલ ગેસ કરૂણાંતિકા પ્રકરણનો આવ્યો અંત, 40 વર્ષ પછી 337 ટન ઝેરી યુનિયન કાર્બાઇડ કચરો થયો સ્વાહા