નેશનલ

યુપીનું એક ગામ, જ્યાં આઝાદી પછી આજે પણ…

ચિત્રકૂટ: ભારત રોજ નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે. ભારતનો વિકાસ દિન દોગુની અને રાત ચોગુનીની જેમ પ્રગતિ કરી રહ્યો છે. તેમ છતાં ભારતમાં હજુ પણ એવા કેટલાક અંતરિયાળ વિસ્તારો છે.

જ્યાં આ કહેવાતો વિકાસ પહોંચ્યો નથી અને તેના કારણે આજ પણ લોકો આજે પણ નરક જેવું જીવન જીવવા માટે મજબૂર બન્યા છે. અહીં હું વાત કરી રહી છું ચિત્રકૂટ જિલ્લાના માણિકપુર પાથ વિસ્તારના રામપુર તરોહા ગામની જ્યાં આજે પણ આઝાદીના 76 વર્ષ બાદ પણ રોડનું કોઇ નામ નિશાન જોવા મળતું નથી.

ગામના લોકો મોટા ભાગે પગદંડીઓનો ઉપયોગ કરીને જ પોતાના દરેક કામો કરે છે. પરંતુ તેમનું કહેવું છે કે, વરસાદની ઋતુમાં આ પગદંડીઓ પર ચાલવું ઘણું મુશ્કેલ બની જાય છે. જો કે સરકાર આવે છે અને વાયદા કરે છે. જિલ્લાના પ્રતિનિધિઓ અને જનપ્રતિનિધિઓ પણ અહી આવીને પાયાની સુવિધાઓ મળશે એવા દાવા કરે છે પરંતુ ગામવાળાઓને તો નિરાશા જ હાથ લાગે છે.

સરકાર ગામડાઓના વિકાસ માટે ઘણી બધી યોજનાઓ બનાવે છે પરંતુ આ ગામની પરિસ્થિતિ કંઇક એવી છે કે ગામમાં કોઈ બીમાર પડે તો એમ્બ્યુલન્સ તેમના ગામ સુધી પહોંચી જ નથી શકતી. પરંતુ દર્દીને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવો પડે છે. બીમાર વ્યક્તિને એક ખાટલા પર સુવડાવીને છેક ગામની બહાર રસ્તા સુધી લઇ જવું પડે છે.


તેમજ વરસાદની ઋતુમાં તો રસ્તાઓ પર કાદવના કારણે ગામના બાળકો શાળાએ જઈ જ નથી શકતા.
ગામમાં એક હજારથી વધુ લોકો વસવાટ કરે છે. પરંતુ આઝાદી બાદ આજ સુધી આ ગામમાં એકપણ રોડ બનાવવામાં આવ્યો નથી. અને પાણી, વીજળીની જેમ રોડ પણ એક મૂળભૂત જરૂરીયાત છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button