નેશનલમનોરંજન

Kangana Ranautને લઈને Chirag Paswanએ આ શું કહ્યું? સારું થયું કે… વીડિયો થયો વાઈરલ…

લોક જનશક્તિ પાર્ટી (LJP-R) રામ વિલાસ પાસવાનના નેતા ચિરાગ પાસવાન (Chirag Paswan) સતત લાઈમલાઈટમાં આવી ગયા છે અને તે સોશિયલ મીડિયા પર ન્યૂ નેશનલ ક્રશ બનીને છવાઈ ગયા છે. ચિરાગ પાસવાનને ફૂડ પ્રોસેસિંગ ઈન્ડસ્ટ્રી ખાતાની જવાબદારી સોંપવામાં આવી છે. જોકે, એ વાત તો આપણે બધા જાણીએ છીએ કે ચિરાગે પોલિટિક્સ જોઈન કરતાં પહેલાં એક્ટિંગમાં પણ કરિયર કિસ્મત અજમાવી ચૂક્યો છે અને એ સમયે બોલીવૂડ એક્ટ્રેસ અને નવી નવી સાંસદ બનેલી કંગના રનૌત (Bollywood Actress Kangana Ranaut)ને લઈને એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે, આવો જોઈએ શું છે આ ખુલાસો…

ચિરાગે 2011માં બોલીવૂડમાં ડેબ્યુ કર્યું હતું અને તેની પહેલી ફિલ્મ મિલે ના મિલે હમ તેના કરિયરની છેલ્લી ફિલ્મ બની ગઈ હતી. ફિલ્મ તો બોક્સ ઓફિસ પર સુપર ડુપર ફ્લોપ રહી હતી પણ એનું ગીત કટ્ટો ગિલહરી ખૂબ જ ચર્ચામાં રહ્યું હતું. ચિરાગે એક જૂના ઈન્ટરવ્યુમાં કંગના રનૌત સાથે કામ કરવાના અનુભવ વિશે ખુલાસો કર્યો હતો.

આ પણ વાંચો : PM Narendra Modiએ Chirag Paswanના કાનમાં શું કહ્યું જાણો છો?

કંગનાએ સાથે કામ કરવાના અનુભવ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે થેન્ક ગોડ આ ફિલ્મ મેં કંગના સાથે એ સમયે કરી હતી. આજે આ ફિલ્મ કરત તો નેપોટિઝમમાં જે રીતે એણે આ ઈશ્યુને હાઈલાઈટ કર્યો છે એ જોઈને તો મારી તો રોજ બેન્ડ વાગી જાત.

નેપોટિઝમને લઈને ચિરાગ પાસવાને જણાવ્યું હતું કે લોકો બંને ઈન્ડસ્ટ્રીમાં કિસ્મત અજમાવી શકે છે. કોઈ ફરક નથી પડતો કે તમે કોઈ સુપરસ્ટાર હોવ, વડા પ્રધાન કે કોઈ નેતાના દીકરા હોવ… જો લોકો તમને પસંદ નથી કરતાં તો નથી કરતાં. એક સારા બેકગ્રાઉન્ડથી આવવું એ તમારા માટે ભાગ્યની વાત હોઈ શકે, પણ તમારી કાબેલિયત નથી પૂરવાર કરતાં આ વાત.
બોલીવૂડમાં ચિરાગ પાસવાનની જર્ની ભલે નાની રહી હોય, પણ બોલીવૂડ છોડવા વિશે ચિરાગે કહ્યું હતું કે મેં એણે બોલીવૂડ નહીં પણ બોલીવૂડે એને છોડ્યો છે. એટલું જ નહીં તેણે એવું પણ જણાવ્યું હતું કે બોલીવૂડ મારા માટે બન્યું નથી.

લોકસભાની ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ એનડીએના સાંસદોની બેઠક મળી હતી અને એ સમયે કંગના અને ચિરાગની મુલાકાત થઈ હતી, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. આ વીડિયોમાં ચિરાગ કંગનાને બોલાવે છે અને પછી બંને વચ્ચે વાત-ચીત થાય છે અને એકબીજા ગળે લગાવતા જોવા મળે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button