
નવા નવા ચૂંટાયેલા કેબિનેટ મિનિસ્ટર ચિરાગ પાસવાન (Newly Appointed Cabinate Minister Chirag Paswan) સતત લાઈમલાઈટમાં રહે છે ક્યારેક પીએમ નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) સાથેના તેના બોન્ડને કારણે તો ક્યારેક બોલીવૂડ એક્ટ્રેસ અને નવી નવી ચૂંટાયેલી સાંસદ (Bollywood Actress Kangana Ranaut) સાથેના થપ્પડકાંડ પર આપેલા નિવેદનને કારણે. પરંતુ હાલમાં ચિરાગ પાસવાર જરા અલગ કારણ ચર્ચામાં આવ્યા છે. ચર્ચામાં આવવાનું કારણ છે તેમનો એક જૂનો વાઈરલ થઈ રહેલો વીડિયો. આ વીડિયોને કારણે ચિરાગ પાસવાનની સાથે સાથે પીએમ મોદીની પણ ટીકા કરાઈ રહી છે. આવો જોઈએ આખરે એવું તો સું ખાસ છે આ વીડિયો….
સોશિયલ મીડિયા પર હાલમાં ચિરાગ પાસવાનનો એક વીડિયો તૂફાન વાઈરલ થઈ રહ્યો છે જેમાં તે તેના પિતા દિવંગત પિતા રામ વિલાસ પાસવાનના ફોટોની આગળ ઊભો રહીને શૂટિંગ કરી રહ્યો છે. આ વીડિયો શેર કરીને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે પિતાના ફોટો સામે ઊભા રહીને પિતાના મૃત્યુનું દુઃખ વ્યક્ત કરવા માટે ચિરાગ પાસવાનને સ્ક્રીપ્ટ પણ આપવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ચિરાગ પાસવાન પહેલાં એક્ટિંગના ફિલ્ડમાં એક્ટિવ હતો અને એટલે જ તેની દુઃથ વ્યક્ત કરવાની પદ્ધતિમાં પણ એક્ટિંગ દેખાઈ રહી છે એવું કહીને યુઝર્સે આ વીડિયો પર ટીકાનો વરસાદ વરસાવ્યો છે. એટલું જ નહીં આ વીડિયોની સાથે સાથે પીએમ મોદી અને ચિરાગ પાસવાન એક સાથે ઊભા હોય એવો ફોટો શેર કરીને બંને એકદમ આલાગ્રાન્ડ દરજ્જાના એક્ટર હોવાની કેપ્શન પણ લખવામાં આવી છે.
આ પણ વાંચો : જ્યારે કંગના ચિરાગ પાસવાનની બાજુમાંથી પસાર થઈ ત્યારે……
જોકે, આ મામલે વધારે ખાંખાખોળા કરતાં ચિરાગ પાસવાનનો એક બીજો જૂનો વીડિયો મળ્યો હતો અને આ વીડિયોમાં ચિરાગ પાસવાને એવી સ્પષ્ટતા કરતો દેખાય છે કે પિતાના નિધનના છ કલાક બાદ જ મને પાર્ટીના ઉમેદવારોની પહેલી યાદી આપવાની હતી. મને મારા પાર્ટીના બધા કામ પૂરા કરવાના હતા. 10 દિવસ સુધી મારે ક્યાંય બહાર જવાનું નહોતું એટલે ડિજિટલ પ્રચાર માટે વીડિયો શૂટ કરવાનો હતો. મને મારા પિતા ગયા એનું કેટલું દુઃખ છે એ મારે નીતિશ કુમારજીને સાબિત કરવું પડશે? હું રોજ શૂટ કરી રહ્યો છું. ઓપ્શન શું છે મારી પાસે? પપ્પાનું નિધન એવા સમયે થયું જ્યારે ચૂંટણી પ્રચાર માથા પર હતું.
એટલું જ નહીં ચિરાગના આ જૂના વીડિયોમાં તત્કાલિન મુખ્ય પ્રધાન સામે પણ ગંભીર આક્ષેપ કર્યા હતા અને જણાવ્યું હતું કે તેઓ કેટલું નીચે પડશે, મેં આવું તો નહોતું વિચાર્યું… એટલું જ નહીં પણ તેણે વીડિયોમાં એવું પણ કહ્યું છે કે મને નીચે પાડવાની તેમની ચાલ સફળ નહીં થાય અને હવે જનતા પણ નીતિશ કુમારજીને ક્યારેય માફ નહીં કરે…