નેશનલ

જ્યારે કંગના ચિરાગ પાસવાનની બાજુમાંથી પસાર થઈ ત્યારે……

બોલિવૂડની બેબાક, બિન્દાસ અભિનેત્રી કંગના રનૌત આ દિવસોમાં ચર્ચામાં છે. કંગના હિમાચલ પ્રદેશના મંડીથી ભાજપની ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણી જીતી ગઇ છે. NDA ઘટકદળોની બેઠકમાં ભાગ લેવા માટે કંગના દિલ્હી પહોંચી છે. દિલ્હીમાં તેની મુલાકાત તેના કો-સ્ટાર, રાજનેતા અને NDA ઘટકદળના સાથી ચિરાગ પાસવાન સાથે થયું હતું.

લોકસભા ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળના એનડીએ ગઠબંધનની જીત બાદ હવે નવી સરકાર બનાવવાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. તમામ સાંસદો આજે દિલ્હીમાં સંસદીય દળની બેઠકમાં પહોંચી ગયા છે. કંગના પણ આ મીટિંગમાં ભાગ લેવા આવી હતી અને ત્યાં તેની મુલાકાત ચિરાગ પાસવાન સાથે થઈ હતી.  કંગના તેના જૂના કોસ્ટાર ચિરાગ પાસવાનને મળી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં, એનડીએ સંસદીય દળની બેઠક માટે પહોંચેલા ચિરાગ પાસવાન મીડિયાની સામે પોઝ આપતા જોવા મળે છે, ત્યારે જ કંગના ત્યાંથી પસાર થાય છે. તેની નજર ચિરાગ પર નથી. ચિરાગ કંગનાને બૂમ પાડીને બોલાવે છે અને ગળે પણ લગાવે છે. ચિરાગ કંગનાને ચૂંટણીમાં જીત બદલ અભિનંદન પણ આપતાં જોવા મળે છે.

બિહારના હાજીપુરથી ચૂંટણી જીતીને સાંસદ બનેલા ચિરાગ પાસવાન લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ના અધ્યક્ષ છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્વર્ગસ્થ રામવિલાસ પાસવાનના પુત્ર ચિરાગની પાર્ટી એનડીએનો ભાગ છે. તેઓ સંસદીય દળની બેઠકમાં ભાગ લેવા આવ્યા છે.

ચિરાગ પાસવાન કંગનાના કોસ્ટાર રહ્યા છે. રાજકારણમાં આવતા પહેલા ચિરાગ પાસવાને એક્ટિંગમાં પણ હાથ અજમાવ્યો હતો. તેમણે 2011માં આવેલી ફિલ્મ ‘મિલે ના મિલે હમ’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ ડેબ્યૂ ફિલ્મમાં કંગનાએ ચિરાગની લવબર્ડની મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંગાળ સાબિત થઈ હતી અને ચિરાગની અભિનય કારકિર્દી ત્યાંજ આટોપાઇ ગઇ હતી, પરંતુ 2014માં પિતાનો રાજકીય વારસો સંભાળનાર ચિરાગની રાજકીય કારકિર્દી એકદમ સુપરહિટ છે. તેની કોસ્ટાર કંગનાએ 2011 પછી ‘ક્વીન’ અને ‘તનુ વેડ્સ મનુ રિટર્ન્સ’ જેવી ફિલ્મો કરી, જે તેની કારકિર્દીમાં યશકલગી સાબિત થઈ.

આ પણ વાંચો : Loksabha Election 2024: સ્મૃતિ ઈરાની-અરૂણ ગોવિલ પાછળ, કંગના આગળ

આપણે તાજેતરમાં જ બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા અને AAP સાંસદ રાઘવ ચઢ્ઢાના મેરેજ જોયા છે. પરિણીતી-રાઘવ ક્યુટ કપલ ગણાય છે. ચિરાગ-કંગના હાલમાં તો મિત્ર છે, બંને મોદીના કટ્ટર સમર્થક છે. પણ…. કાલની આપણને કંઇ ખબર નથી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ખુલ્લી સમર્થક કંગના રનૌત આ વર્ષે ભાજપમાં જોડાઈ હતી અને પાર્ટીએ તેમને મંડીમાંથી ટિકિટ આપી હતી. હવે કંગના જંગી જીત મેળવ્યા બાદ સંસદમાં જોવા મળશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો દુનિયામાં અસ્તિત્વમાં આવેલા નવા દેશો