ચિરાગ પાસવાને નીતીશ સરકારને ઘેરી, કહ્યું વહીવટીતંત્ર ગુનેગારો સામે નતમસ્તક | મુંબઈ સમાચાર

ચિરાગ પાસવાને નીતીશ સરકારને ઘેરી, કહ્યું વહીવટીતંત્ર ગુનેગારો સામે નતમસ્તક

પટના : બિહારમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે રાજકારણ ગરમાયું છે. જેમાં એનડીએના સાથી પક્ષ લોક જનશકિત પાર્ટીએ નીતીશ કુમાર અને ભાજપ બંનેની મુશ્કેલીમાં વધારો કર્યો છે. જેમાં એક તરફ વિપક્ષ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાને નીતીશ સરકારને ઘેરી રહી છે. ત્યારે હવે એનડીએના સાથી પક્ષ લોક જનશકિત પાર્ટીના નેતા અને કેન્દ્રીય નેતા ચિરાગ પાસવાને સરકાર પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે વહીવટીતંત્ર ગુનેગારો સામે નતમસ્તક થયું છે. મને દુ:ખ થાય છે કે હું આવી સરકારને સમર્થન આપી રહ્યો છે. તેમણે કહ્યું એવું પણ બની શકે છે ચૂંટણીના લીધે આવી ઘટનાઓ કરાવવામાં આવી રહી હશે. પરંતુ વહીવટીતંત્રની પણ જવાબદારી છે કે આવી ઘટનાઓ પર કાબુ મેળવવામાં આવે.

આ ઘટનાની નિંદા કરવી જરૂરી

કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને વધુમાં જણાવ્યું કે, બિહાર ને પ્રકારના ગુનાઓ થઈ રહ્યા છે તે જોતા લાગે છે સરકાર ગુનેગારો વિરુદ્ધ ઝુકી ગઈ છે. આ ઘટનાની નિંદા કરવી જરૂરી છે. પરંતુ સવાલ એ છે કે આવી ઘટનાઓ કેમ થઈ રહી છે. ગુનાખોરી સતત વધી રહી છે. તેમજ તેમણે કહ્યું છે કે જો હું એમ કહું કે આ બધું ચૂંટણીના કારણે થઈ રહ્યું છે તો સરકારને બદનામ કરવાનું ષડયંત્ર હોઈ શકે છે. પરંતુ તેમ છતાં તેને રોકવાની તંત્રની જવાબદારી છે.

એસઆઈઆર મુદ્દે લોકોને ગુમરાહ કરી રહ્યા છે

કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને આ ઉપરાંત આરજેડી પર પણ નિશાન તાક્યું હતું. તેમણે તેજસ્વી યાદવ દ્વારા સ્પેશિયલ ઈન્સેન્ટીવ રિવિઝનના ( SIR) અભ્યાસ મુદ્દે ચૂંટણી બહિષ્કારના નિવેદન પર જણાવ્યું કે તાકત હોય તો કરીને બતાડવું જોઈએ. બિહારની જુની પાર્ટી આરજેડી પાસે એકલા હાથે ચૂંટણી લડવાની તાકાત નથી તે કોંગ્રેસ સાથે ગઠબંધનમાં છે. કોંગ્રેસની પણ એકલા લડવાની હિંમત નથી. આ માત્ર ભય પેદા કરવાનો પ્રયાસ છે. આ લોકોએ લોકસભા પૂર્વે જે રીતે સીએએ મુદ્દે નાગરિકોને ગુમરાહ કર્યા હતા તે જ રીતે હવે એસઆઈઆર(SIR) ના મુદ્દે કરી રહ્યા છે.

આ પણ વાંચો…બિહાર વિધાનસભા ચૂંટણી પૂર્વે સીએમ નીતીશ કુમારે યુવાનોને રીઝવવા કરી આ મોટી જાહેરાત

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button