ચીન છ દેશોને વિઝા ફ્રી એન્ટ્રી આપશે
બેઇજિંગ: ચીને શુક્રવારે જાહેરાત કરી હતી કે તે પાંચ યુરોપિયન દેશ અને મલેશિયાના નાગરિકોને વિઝા મુક્ત પ્રવેશની મંજૂરી આપશે કારણ કે તે વધુ લોકોને વ્યવસાય અને પર્યટન માટે મુલાકાત લેવા પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કરે છે.
એક ડિસેમ્બરથી, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, નેધરલેન્ડ્સ, સ્પેન અને મલેશિયાના નાગરિકોને ૧૫ દિવસ સુધી વિઝા વિના ચીનમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે. આ ટ્રાયલ પ્રોગ્રામ એક વર્ષ માટે અમલમાં રહેશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે દૈનિક બ્રીફિંગમાં જણાવ્યું હતું કે તેમનો ઉદ્દેશ્ય ચીની અને વિદેશી કર્મચારીઓના વિનિમયના ઉચ્ચ-ગુણવત્તાવાળા વિકાસ અને બહારની દુનિયાને ઉચ્ચસ્તરીય સુવિધા આપવાનો છે. ચીને અગાઉ બ્રુનેઈ, જાપાન અને સિંગાપોરના નાગરિકોને વિઝા વિના પ્રવેશવાની મંજૂરી આપી હતી પરંતુ કોવિડ ફાટી નીકળ્યા પછી તેને સ્થગિત કરી દીધી હતી.
તેણે જુલાઈમાં બ્રુનેઈ અને સિંગાપોર માટે વિઝા-મુક્ત પ્રવેશ ફરી શરૂ કર્યો હતો પરંતુ જાપાન માટે તેમ કર્યું નથી. આ વર્ષના પ્રથમ છ મહિનામાં ઇમિગ્રેશનના આંકડા અનુસાર, ચીનમાં વિદેશીઓ દ્વારા ૮૪ લાખ લોકોએ આવજા કરી હતી. સુસ્ત અર્થતંત્રને વેગ આપવા માટે ચીનની સરકાર વિદેશી રોકાણ આકર્ષવા આવું કરી રહી છે.