નેશનલ

ડ્રેગનની દાદાગીરીઃ લદ્દાખમાં LAC નજીક હેલી સ્ટ્રીપ બાંધીને ભારતની ચિંતા વધારી…

નવી દિલ્હી: ચીન ભારતને લગતી લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (LAC) પર સતત દબાણ વધારી રહ્યું છે. નવા રોડ્સ, બ્રીજ, સૈન્ય વસાહત, બંકર બાદ ચીને લદ્દાખ(Ladakh)ની સરહદે છ નવી હેલિસ્ટ્રીપ (Heli Strip) બનાવી રહી છે, સેટેલાઇટ ઈમેજમાં આનો ઘટસ્ફોટ થયો છે. આ હેલિસ્ટ્રીપ પશ્ચિમ તિબેટમાં બનવવામાં આવી રહી છે, લદ્દાખના ડેમચોકથી આ હેલિસ્ટ્રીપ્સનું અંતર 100 માઈલ છે, જેના કારણે ભારત માટે આ ચિંતાનો વિષય છે. જોકે ભારત સરકારતરફથી આ અંગે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ગેયાયી નામના સ્થળે હેલિસ્ટ્રીપ બનાવવામાં આવી રહી છે, બાંધકામનું કામ હજુ પૂર્ણ થયું નથી. હેલીસ્ટ્રીપનું બાંધકામ એપ્રિલ 2024માં શરૂ થયું હતું. સેટેલાઈટ ઈમેજ દર્શાવે છે કે અહીં છ હેલિસ્ટ્રીપ તૈયાર કરવામાં આવી રહી છે. મતલબ કે અહીં એક સાથે 6 હેલિકોપ્ટર તૈનાત થઈ શકે છે, એ પણ લદ્દાખના ડેમચોકથી માત્ર 100 માઈલ અને ઉત્તરાખંડના બારાહોતીથી 120 માઈલ દૂર. ડેમચોક ભારત અને ચીનની સેનાઓ વચ્ચે સંઘર્ષનું ક્ષેત્ર રહ્યું છે.

હજુ થોડા દિવસો પેહલા એક અહેવાલ આવ્યો હતો કે ચીને લદાખના પેગોંગ લેક પર એક બ્રીજનું કામ પૂર્ણ કર્યું છે. ચીને પેંગોંગ લેક પાસે ખોદકામ કરી ભૂગર્ભ બંકર બનાવ્યા છે, જેમાં શસ્ત્રો, ફયુલ અને વાહનોને માટે શેલ્ટર બનવવામાં આવ્યા છે. જ્યાં બંકર બનાવવામાં આવ્યું હતું તે જગ્યા મે 2020થી ખાલી પડી હતી.

લદ્દાખ પાસે ચીનની વધી રહેલી ગતિવિધીઓને કારણે ભારત ચિંતિત છે, સેનાએ આ વિસ્તારમાં દેખરેખ વધારી દીધી છે. 2020માં ગાલવાન ઘાટીમાં થયેલી અથડામણ બાદ ભારતે અહીં સૈનિકોની તૈનાતી પણ વધારી દીધી છે. ભારતે રસ્તાઓનું મજબૂત નેટવર્ક બનાવવાનું પણ શરૂ કર્યું છે, ભારતે અહીં ઘણા આધુનિક શસ્ત્રો પણ તૈનાત કર્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button