નેશનલ

ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાને રાફેલ વિમાન તોડવાના કરેલા દુષ્પ્રચારમાં ચીનની સંડોવણી…

નવી દિલ્હી : ભારતે જમ્મુ કાશ્મીરના પહલગામમાં પાકિસ્તાને કરેલા આતંકી હુમલાનો મે માસના ઓપરેશન સિંદૂરથી જડબાતોડ જવાબ આપ્યો હતો. જેમાં ઇન્ડીયન એર ફોર્સે રાફેલ વિમાનનો પણ ઉપયોગ કર્યો હતો. ત્યારે પાકિસ્તાને રાફેલ વિમાન તોડી પાડવાનો દુષ્પ્રચાર કર્યો હતો. જેમાં હવે અમેરિકન રિપોર્ટમાં નવો ખુલાસો થયો છે. જે મુજબ ચીને જાણી જોઈને રાફેલ વિમાન તોડી પાડવાનો દુષ્પ્રચાર શરુ કર્યો હતો.

રાફેલ વિમાન વિરુદ્ધ ખોટી માહિતી અભિયાન શરૂ કર્યું

અમેરિકા ચાઈના ઇકોનોમિક એન્ડ સિક્યુરિટી રિવ્યૂ કમિશન દ્વારા કોંગ્રેસને રજૂ કરાયેલા રિપોર્ટમાં જણાવાયું છે કે “મે 2025માં ભારત-પાકિસ્તાન સરહદ વિવાદ દરમિયાન ચીને રાફેલ વિમાન વિરુદ્ધ ખોટી માહિતી અભિયાન શરૂ કર્યું હતું. ચીનનો હેતુ તેના પોતાના J-35 વિમાનનો પ્રચાર કરવાનો હતો. ચીને એઆ ની મદદથી, તેના શસ્ત્રો દ્વારા નાશ પામેલા વિમાનોના કથિત રીતે તૂટી પડવાની તસવીરો વાઈરલ કરી હતી. આ બધુ નકલી સોશિયલ મીડિયા એકાઉન્ટ્સનો ઉપયોગ કરીને કરવામાં આવ્યું હતું.

નકલી સોશિયલ મીડિયા એકાઉન્ટ્સનો ઉપયોગ કર્યો

અમેરિકા ચાઈના ઇકોનોમિક એન્ડ સિક્યુરિટી રિવ્યૂ કમિશન દ્વારા બહાર પાડવામાં આવેલા રિપોર્ટ અનુસાર વર્ષ 2024માં ચીન તરફી ઓનલાઈન કલાકારોએ ડ્રગના ઉપયોગ, ઇમિગ્રેશન અને ગર્ભપાત જેવા મુદ્દાઓ પર અમેરિકામાં મતભેદ પેદા કરવા એઆઈ-જનરેટેડ ન્યૂઝ એન્કર અને એઆઈ-જનરેટેડ પ્રોફાઇલ ફોટાવાળા નકલી સોશિયલ મીડિયા એકાઉન્ટ્સનો ઉપયોગ કર્યો હતો.

ચીનના સાયબર હેકર્સ સૌથી વધુ જવાબદા

વર્ષ 2024 માં તાઇવાનના રાષ્ટ્રીય સુરક્ષા બ્યુરોએ અહેવાલ આપ્યો હતો કે તાઇવાનના સરકારી સર્વિસ નેટવર્ક પર દરરોજ સરેરાશ 2.4 મિલિયન સાયબર હુમલાઓ થતા હતા. આ હુમલાઓ માટે ચીનના સાયબર હેકર્સ સૌથી વધુ જવાબદાર છે. વર્ષ 2024 માં ચીને પલાઉ સરકાર પર સાયબર હુમલો શરૂ કર્યો. ચીને તાઇવાનની ચૂંટણીઓ દરમિયાન વેપાર તપાસ અને ટેરિફને નિર્ધારિત કર્યા હતા.

આ પણ વાંચો…ચીને પાકિસ્તાન સાથે મળી રાફેલ વિરુદ્ધ ફેલાવ્યું જુઠ્ઠાણુંઃ ફ્રાન્સે કર્યો પર્દાફાશ

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button