ટોપ ન્યૂઝનેશનલ

ચીને આપ્યો પાકિસ્તાનને આંચકો, ભારત વિરુદ્ધ ચીની ફાઈટર જેટના ઉપયોગ અંગે કહી આ વાત

નવી દિલ્હી : ભારત પાકિસ્તાન વચ્ચે સરહદ પર સતત વધતાં તણાવ વચ્ચે ચીને પણ પાકિસ્તાનનો સાથ છોડી દીધો છે. જેમાં પાકિસ્તાને ભારત સામે ચીની ફાઇટર જેટનો ઉપયોગ કર્યો હતો. જયારે પાકિસ્તાનના નાયબ વડા પ્રધાને દાવો કર્યો હતો કે તેમણે હુમલામાં ઉપયોગમાં લેવાયેલા ચીની ફાઇટર જેટ વિશે ચીનને માહિતી આપી હતી.

ચીને ફાઈટર જેટના ઉપયોગ અંગે હાથ ખંખેર્યા

જયારે બીજી તરફ મીડિયા રીપોર્ટસ અનુસાર ચીનના વિદેશ મંત્રાલયને જ્યારે પૂછવામાં આવ્યું કે શું ભારત-પાકિસ્તાન સંઘર્ષમાં ચીની જેટ સામેલ હતા. ત્યારે તેમણે કહ્યું કે તેમણે આ બાબતની અમને જાણ નથી. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિન જિયાને બેઇજિંગમાં નિયમિત મીડિયા બ્રીફિંગમાં આ વાત કહી હતી. ચીનના વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલું નિવેદન પાકિસ્તાનના નાયબ વડા પ્રધાન અને વિદેશ પ્રધાનના દાવાઓથી તદ્દન વિપરીત છે.

આ પણ વાંચો: ચીને પાકિસ્તાનને સાથ આપ્યો; પહેલગામ હુમલા અંગેની આ માંગને ચીને સમર્થન આપ્યું

ભારતીય વાયુસેના સામે ચીની ફાઇટર જેટ નિષ્ફળ

પાકિસ્તાને ભારત સામેના હુમલામાં ચીની ફાઇટર જેટનો ઉપયોગ કર્યો હતો પરંતુ ભારતીય વાયુસેના અને ભારતીય વાયુ સંરક્ષણ પ્રણાલીનો ચીન ફાઈટર જેટ પણ મુકાબલો કરી શકયા નહી.તેમજ ભારત પાકિસ્તાનના દરેક હુમલાને નિષ્ફળ બનાવવામાં સફળ થયું.

ભારતીય સેનાએ પાકિસ્તાનના હુમલાને નિષ્ફળ બનાવ્યા

ઉલ્લેખનીય છે કે, જમ્મુ કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલના રોજ આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હતો. જેના બદલામાં ભારતે પાકિસ્તાનમાં 9 આતંકવાદી કેમ્પોનો નાશ કર્યો. ભારતની જવાબી કાર્યવાહીથી પાકિસ્તાને ભારતના અનેક શહેરો પર ડ્રોન અને મિસાઈલ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.જોકે, ભારતીય સેનાએ પાકિસ્તાનના હુમલાને નિષ્ફળ બનાવવા ઉપરાંત પાકિસ્તાનમાં પ્રવેશીને મોટા પાયે હુમલા પણ કર્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button