ચીન પૂર્વ લદ્દાખમાં પેંગોંગ લેકની નજીક ખોદકામ કરી રહ્યું છે, સેટેલાઇટ ઈમેજમાં ખુલાસો
નવી દિલ્હી: ચીન છેલ્લા સમયથી લદ્દાખ(Ladakh) સાથે જોડાયેલી બોર્ડર પર દબાણ વધારી રહ્યું છે, જે ભારત અને ચીન વચ્ચે તણાવનું કારણ બન્યું છે. તાજેતરમાં જાહેર થયેલી સેટેલાઈટ ઈમેજ(Satellite Image)માં ચોંકાવનારો ખુલાસો થયો છે. ચીની સૈન્ય પૂર્વ લદ્દાખમાં પેંગોંગ લેક(Pangong Lake)ની આસપાસના વિસ્તારમાં લાંબા અંતર માટે ખોદકામ કરી રહ્યું છે, ચીને હથિયારો અને ઇંધણનો સંગ્રહ કરવા માટે ભૂગર્ભ બંકરો બનાવ્યા છે, પ્રદેશમાં કી બેઝ પર સશસ્ત્ર વાહનો માટે પાક્કા શેલ્ટર પણ બનાવ્યા છે.
પીપલ્સ લિબરેશન આર્મી (PLA)નો સિરજાપ બેઝ (Sirijap Base) પેંગોંગ લેકના ઉત્તર કિનારે આવેલા પર્વતોની વચ્ચે સ્થિત છે, આ બેઝ લેકની આસપાસ તૈનાત ચીની સૈનિકોનું મુખ્ય મથક છે. આ બેઝ ભારત દ્વારા દાવો કરાયેલા વિસ્તારમાં બનાવવામાં આવ્યું હતું, જે LAC થી લગભગ 5 કિમી દૂર સ્થિત છે.
2021-22 દરમિયાન બાંધવામાં આવેલ બેઝમાં ભૂગર્ભ બંકરો છે જેનો ઉપયોગ વેપન સિસ્ટમ, ફ્યુઅલ અથવા અન્ય પુરવઠો સંગ્રહિત કરવા માટે થઈ શકે છે. તાજેતરની સેટેલાઈટ ઈમેજ બ્લેકસ્કાય દ્વારા પ્રદાન કરવામાં આવી છે. બ્લેકસ્કાય યુએસ સ્થિત ફર્મ છે જે તેના ઉપગ્રહોની મદદથી એક દિવસમાં 15 વખત ઈમેજ કેપ્ચર કરવામાં સક્ષમ છે. 30 મેના રોજ કેપ્ચર કરાયેલી એક તસવીરમાં મોટા ભૂગર્ભ બંકરના આઠ ઢોળાવવાળા પ્રવેશદ્વાર સ્પષ્ટપણે દેખાય છે, નજીકમાં એક અન્ય એક નાનું બંકર પણ જોવા મળે છે.
હેડક્વાર્ટર માટે ઘણી મોટી ઇમારતો ઉપરાંત, આ વિસ્તારમાં તૈનાત બખ્તરબંધ વાહનો માટે શેલ્ટર બનાવવાના આવ્યા છે. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, આ આશ્રયસ્થાનો ઉપયોગ વાહનોને હવાઈ હુમલાઓથી બચાવવા માટે છે.
આ બેઝ ગલવાન વેલીની દક્ષિણપૂર્વમાં 120 કિમી દૂર સ્થિત છે, જૂન 2020 માં ગલવાન વેલીમાં જ ભારત અને ચીનના સૈનિકો વચ્ચે અથડામણ થઇ હતી. જેના પરિણામે 20 ભારતીય સૈનિકો અને ચાર ચીની સૈનિકો માર્યા ગયા હતા.